તામિલ અભિનેતા-ડાયરેક્ટર વિસુનું 74 વર્ષની વયે નિધન

23 March, 2020 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તામિલ અભિનેતા-ડાયરેક્ટર વિસુનું 74 વર્ષની વયે નિધન

તામિલ અભિનેતા-ડાયરેક્ટર વિસુ

તામિલ ફિલ્મોના અભીનેતા, ડાયરેક્ટર, પ્રોડ્યુસર, નાટકોના લેખક એવા બહુપ્રતિભાશાળી વ્યક્તિ વિસુનું 74 વર્ષની જ્યેષ્ઠ વયે નિધન થયું છે. વૃધ્ધાવસ્થાની બિમારીઓને લીધે રવિવારે ચેન્નઈમાં તેમનું મૃત્યુ થયું હતું. તામિલ નાડુના ભાજપના નેતાઓ અને અભિનેતાઓએ દુખ વ્યક્ત કર્યું હતું અને સોશ્યલ મિડિયા પર પોસ્ટ પણ કરી હતી.

એમ.આર.વિશ્વનાથન 'વિસુ' તરીકે ઓળખાતા હતા. કુટુંબ કેન્દ્રિત ફિલ્મો માટે તેઓ બહુ પ્રખ્યાત હતા. તેમની મોટા ભાગની ફિલ્મો સંયુક્ત કુટુંબ અને તેના મુદાઓને આધારિત હતી. અસિસટન્ટ ડાયરેક્ટર તરીકે તેમણે કરિઅરની શરૂઅઅત કરી હતી. તેમણે અનેક ટીવી શૉ પણ હોસ્ટ કર્યા હતા.

'સમસરમ અધુ મિનસરમ', 'માનલ કાયારૂ', 'ડાઉરી કલ્યાનમ' વિસુની લોકપ્રિય ફિલ્મો છે. 2016 માં વિસુ ભાજપમાં જોડાયા હતા. 

bollywood bollywood news tamil nadu