આ છે તમન્નાનો થનારો હસબન્ડ?

18 November, 2022 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં જ એવી અફવા ફેલાઈ હતી કે તમન્ના મુંબઈના એક બિઝનેસમૅન સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહી છે

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયાનો થનારો બિઝનેસમૅન હસબન્ડ આ છે. હાલમાં જ એવી અફવા ફેલાઈ હતી કે તમન્ના મુંબઈના એક બિઝનેસમૅન સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહી છે. આ અફવા ફેલાતાં જ તમન્નાએ મજાકિયા અંદાજમાં એક નાનકડી વિડિયો ક્લિપ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરી છે. એ ક્લિપમાં તે ડાર્ક ગ્રીન સાડીમાં દેખાય છે. પોતાની અદા દેખાડતાં તે દરવાજો બંધ કરે છે. બાદમાં જ્યારે દરવાજો ખોલાય છે ત્યારે તમન્ના જ પુરુષના લુકમાં દરવાજો ખોલીને બહાર આવે છે. તેણે ટી-શર્ટ અને ડાર્ક પૅન્ટ પર ગ્રીન જૅકેટ પહેરેલું છે. આ ક્લિપને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને તમન્નાએ કૅપ્શન આપી હતી, ‘અહીં હું મારા બિઝનેસમૅન હસબન્ડ સાથે ઓળખાણ કરાવું છું.’

entertainment news bollywood news bollywood gossips bollywood tamannaah bhatia