midday

તમન્ના અને વિજય વર્માના બ્રેકઅપનું સાચું કારણ આવ્યું સામે

15 April, 2025 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટ્રેસના નિકટના પારિવારિક મિત્ર ચિરંજીવીની સલાહ માનીને વિચ્છેદની વાત મીડિયા સુધી પહોંચાડવામાં આવી. તમન્ના ભાટિયા અને વિજય વર્માની લવસ્ટોરીનો અંત આવી ગયો છે, પણ હજી સુધી તેમના બ્રેકઅપનું કોઈ નક્કર કારણ સામે નહોતું આવ્યું.
તમન્ના ભાટિયા અને વિજય વર્મા

તમન્ના ભાટિયા અને વિજય વર્મા

તમન્ના ભાટિયા અને વિજય વર્માની લવસ્ટોરીનો અંત આવી ગયો છે, પણ હજી સુધી તેમના બ્રેકઅપનું કોઈ નક્કર કારણ સામે નહોતું આવ્યું. જોકે હાલમાં એક જાણીતા પત્રકારે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ બ્રેકઅપ પાછળના કારણનો ખુલાસો કર્યો છે. આ ખુલાસા પ્રમાણે જ્યારે તમન્ના અને વિજયનું પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હતું ત્યારે તમન્નાના પિતા આ રિલેશનશિપની વિરુદ્ધમાં હતા. જોકે પછી તેઓ માની ગયા હતા અને તેમણે સ્વીકારી લીધું હતું કે તમન્ના અને વિજય ૨૦૨૪-’૨૫માં લગ્ન કરવાનાં છે.

જોકે આ લગ્ન માટે નિર્ણય લેવાનો સમય આવ્યો ત્યારે તમન્નાએ મૌન ધારણ કરી લીધું. જ્યારે પિતાએ આ મામલે સવાલ કર્યો ત્યારે તમન્નાએ જવાબ આપ્યો કે તે વિજય સાથે લગ્ન નથી કરવા માગતી કારણ કે તે આ રિલેશનશિપમાં સહજતા નથી અનુભવી રહી અને તેને વિજયના તેના પ્રત્યેના કમિટમેન્ટમાં શંકા છે. તમન્નાને લાગતું હતું કે વિજય તેના પર જાહેરમાં સતત તેની સાથે દેખાવા માટે દબાણ કરી રહ્યો છે.

આ પરિસ્થિતિમાં તમન્નાનાં માતા-પિતા આ વાતને જાહેર કઈ રીતે કરવી એ વિશે મૂંઝવણ અનુભવી રહ્યાં હતાં. આ તબક્કે પરિવારના નિકટના મિત્ર અને સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ સલાહ આપી કે તમન્નાના બ્રેકઅપના સમાચાર ધીરે-ધીરે મીડિયા સુધી પહોંચાડી દેવા જોઈએ. તમન્ના અને તેના પરિવારે આ વાત માની અને આ રીતે તમન્ના અને વિજયના બ્રેકઅપની વાત જાહેર થઈ ગઈ. 

Whatsapp-channel
tamannaah bhatia Vijay Verma bollywood buzz bollywood gossips bollywood news bollywood entertainment news