તમન્નાનું લગ્ન વિશેનું નિવેદન બન્યું બ્રેકઅપનું મોટું કારણ?

07 March, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમન્નાના આ નિવેદન પછી તેમના સંબંધોમાં સમસ્યા ઊભી થઈ હોવાની ચર્ચા શરૂ થઈ હતી અને હવે તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા છે

તમન્ના ભાટિયા અને વિજય વર્મા

તમન્ના ભાટિયા અને વિજય વર્મા અલગ થઈ ગયાં છે એવી ચર્ચા વચ્ચે હવે તેમના બ્રેકઅપના કારણ વિશે અટકળો શરૂ થઈ છે. એક ચર્ચા પ્રમાણે તમન્નાના એક ઇન્ટરવ્યુમાં લગ્ન વિશે તેણે આપેલું નિવેદન વિવાદનું કારણ બન્યું છે.

થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે વિજય અને તમન્ના લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. આ સમયગાળા દરમ્યાન એક ઇન્ટરવ્યુમાં તમન્નાએ પોતાના લગ્નના પ્લાનિંગ વિશે કહ્યું હતું કે ‘હું અત્યારે બહુ ખુશ છું અને લગ્ન પણ કરી શકું છું. મારાં લગ્ન અને કરીઅર વચ્ચે કોઈ  કનેક્શન નથી. હું બહુ ઍમ્બિશિયસ છું અને લગ્ન પછી પણ ફિલ્મોમાં કામ કરીશ.’

તમન્નાના આ નિવેદન પછી તેમના સંબંધોમાં સમસ્યા ઊભી થઈ હોવાની ચર્ચા શરૂ થઈ હતી અને હવે તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા છે. તમન્ના અને વિજય પહેલી વખત ૨૦૨૩માં ‘લસ્ટ સ્ટોરીઝ 2’ના સેટ પર મળ્યાં હતાં. એ ફિલ્મના શૂટિંગ વખતે તેમની વચ્ચે મિત્રતા થઈ અને બન્ને ડેટિંગ કરવા માંડ્યાં હતાં.

tamanna bhatia Vijay Verma relationships bollywood buzz bollywood bollywood news bollywood gossips entertainment news