13 February, 2026 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘રાગિની 3’ માટે તમન્ના ભાટિયા અને જુનૈદ ખાનને લીડ સ્ટાર્સ તરીકે સાઇન કરવામાં આવ્યાં
એકતા કપૂરના પ્રોડક્શન હેઠળ બની રહેલી ‘રાગિની MMS’ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં છે. તાજેતરમાં ચર્ચા હતી કે ડિરેક્ટર સાહિર રઝાએ સર્જનાત્મક મતભેદોને કારણે પ્રોજેક્ટ છોડ્યો હોવાથી ફિલ્મને અત્યારે અટકાવી દેવામાં આવી છે, પણ લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ફિલ્મ ફરી ટ્રૅક પર આવી ગઈ છે અને ડિરેક્ટર શશાંક ઘોષ એનું ડિરેક્શન કરશે. મળતી માહિતી પ્રમાણે ‘રાગિની 3’ નામની આ ફિલ્મ માટે તમન્ના ભાટિયા અને આમિર ખાનના દીકરા જુનૈદ ખાનને લીડ સ્ટાર્સ તરીકે સાઇન કરવામાં આવ્યાં છે. જોકે નિર્માતાઓએ હજી સુધી સત્તાવાર રીતે કાસ્ટની પુષ્ટિ નથી કરી.