આયુષ્માનના ઇન્ટિમેટ સીનને લઈને શરૂઆતમાં ઇનસિક્યોરિટી અનુભવતી હતી તાહિરા

18 November, 2019 11:13 AM IST  |  Mumbai

આયુષ્માનના ઇન્ટિમેટ સીનને લઈને શરૂઆતમાં ઇનસિક્યોરિટી અનુભવતી હતી તાહિરા

આયુષ્માન અને તાહિરા

તાહિરા કશ્યપ ખુરાનાએ જણાવ્યુ હતું કે આયુષ્માન ખુરાનાના ઇન્ટિમેટ દૃશ્યોને કારણે તે પહેલાં અસલામતી અનુભવતી હતી. આયુષ્માને ‘વિકી ડોનર’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં આયુષ્માન અને યામીનાં ઇન્ટિમેટ દૃશ્યોને જોઈને તાહિરાને ઇનસિક્યોરીટી ફિલ થઈ હતી. જોકે હવે આ બાબતને તે વધુ મહત્ત્વ નથી આપતી એવુ જણાવતાં તાહિરાએ કહ્યું હતું કે ‘હા શરૂઆતમાં હું ઇનસિક્યોર હતી. જોકે મેં જ્યારે ‘અંધાધુન’ની એડિટ્સ જોઈ ત્યારે મેં ટીમને કહ્યું હતું કે આયુષ્માન અને રાધિકા આપ્ટેના ઇન્ટિમેટ દૃશ્યમાં કંઈક તો અધૂરું લાગે છે. એ સમયે મારામાં ટ્રાન્સફોર્મેશનનો મને અનુભવ થયો હતો. એક ઇનસિક્યોર વાઇફમાંથી હું ઇન્ટિમેટ દૃશ્યને વધુ સારું કઈ રીતે બનાવી શકાય એનું વિશ્લેષણ કરવા લાગી હતી.’

ayushmann khurrana vicky donor