તબુ સાથે આ હૅન્ડસમ કોણ છે?

27 April, 2026 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિન્દુ અને ફરાહે ૧૯૯૬માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૦૨માં બન્નેના ડિવૉર્સ થઈ ગયા હતા. તેમનો એકમાત્ર દીકરો ફતેહ છે. વિન્દુ અને ફરાહે અલગ થયા પછી સાથે મળીને દીકરાનો ઉછેર કર્યો છે અને તેઓ ઘણી વખત પારિવારિક કાર્યક્રમોમાં સાથે પણ જોવા મળે છે.

તબુ સાથે આ હૅન્ડસમ કોણ છે?

તબુના ભાણેજ ફતેહ રંધાવાએ હાલમાં પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તબુ સાથેની તસવીરો અને વિડિયો પોસ્ટ કરીને તેમના નજીકના સંબંધની એક ખાસ ઝલક શૅર કરી છે. આ પોસ્ટ પર તબુએ પણ પ્રેમભર્યો પ્રતિભાવ આપ્યો છે. ૩૦ વર્ષનો ફતેહ રંધાવા તબુની મોટી બહેન ફરાહ નાઝ અને દારા સિંહના દીકરા વિન્દુ દારા સિંહનો દીકરો છે અને એ રીતે તબુ ફતેહ રંધાવાની માસી થાય છે. 
વિન્દુ અને ફરાહે ૧૯૯૬માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૦૨માં બન્નેના ડિવૉર્સ થઈ ગયા હતા. તેમનો એકમાત્ર દીકરો ફતેહ છે. વિન્દુ અને ફરાહે અલગ થયા પછી સાથે મળીને દીકરાનો ઉછેર કર્યો છે અને તેઓ ઘણી વખત પારિવારિક કાર્યક્રમોમાં સાથે પણ જોવા મળે છે.

tabu entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood vindu dara singh