‘બ્લર’માં આંખો દ્વારા હાવભાવ વ્યક્ત કરશે તાપસી

01 December, 2022 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મનો પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી,

તાપસી પન્નુ

તાપસી પન્નુ તેની આગામી ફિલ્મ ‘બ્લર’માં આંખો દ્વારા ઇમોશન્સ દેખાડશે. ઝીફાઇવ પર આ ફિલ્મ ૯ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ઍક્ટિંગ કરવાની સાથે તાપસીએ એને પ્રોડ્યુસ પણ કરી છે. તેનું પ્રોડક્શન-હાઉસ આઉટસાઇડર્સ ફિલ્મ્સે એને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં તે બ્લાઇન્ડના રોલમાં દેખાવાની છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થયું છે. ફિલ્મનો પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી, ‘બ્લાઇન્ડ વ્યક્તિના રોલને વાસ્તવિક દેખાડવા માટે તમારે એવું બનવું પડે છે. ‘બ્લર’ દ્વારા મને લગભગ ઝીરો વિઝન સાથે કામ કરવાની ચૅલેન્જ આપવામાં આવી હતી. આ બધું ત્યારે જ્યારે મને હંમેશાં એવું કહેવામાં આવતું હતું કે ઍક્ટરનું સચોટ હથિયાર આંખ દ્વારા હાવભાવ વ્યક્ત કરવાનું છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood taapsee pannu upcoming movie