કંગના પરની કમેન્ટ પર માફી નહીં માંગે તાપસી

09 August, 2019 01:42 PM IST  |  મુંબઈ

કંગના પરની કમેન્ટ પર માફી નહીં માંગે તાપસી

કંગના પરની કમેન્ટ પર માફી નહીં માંગે તાપસી

તાપસી પન્નુએ જણાવ્યું હતું કે કંગના રનોટ પર તેણે ‘ડબલ ફિલ્ટર’ની કમેન્ટ કરી હતી એને લઈને તે કદી પણ માફી નહીં માગે. આ વિશે વધુ જણાવતાં તાપસીએ કહ્યું હતું કે ‘ખરું કહું તો હું મારાં મંતવ્યોને લઈને કદી પણ માફી નહીં માગું. મને એ નથી ખબર કે તે‌ણે પોતાના કર્લી હેર માટે પેટન્ટ કરી રાખી છે, કારણ કે મારા તો જન્મથી જ વાળ કર્લી છે અને એનું શ્રેય મારા પેરન્ટ્સને જાય છે. એથી હું માફી તો નહીં માગું. બાકી બીજું મેં શું કૉપી કર્યું છે એ ખબર નથી. આમ છતાં જો મેં કંગના જેવી સારી ઍક્ટ્રેસની કૉપી કરી હોય તો હું હંમેશાં માનીશ કે તે સારી ઍક્ટ્રેસ છે. હું એને એક પ્રશંસા તરીકે લઈશ. સાથે જ મને એમ કહેવામાં આવ્યું હતું કે હું સસ્તી કૉપી છું તો હા, હું હાઇએસ્ટ પેઇડ ઍક્ટ્રેસ નથી એથી તમે મને સસ્તી કૉપી કહી શકો છો.’

kangana ranaut taapsee pannu