હૃતિક રોશન સાથે ફિલ્મમાં કામ કરવું છે તાપસી પન્નુને

27 February, 2020 07:04 PM IST  |  Mumbai Desk

હૃતિક રોશન સાથે ફિલ્મમાં કામ કરવું છે તાપસી પન્નુને

હૃતિક રોશન સાથે કામ કરવાની ઇચ્છા છે તાપસી પન્નુને. હૃતિક સાથે કામ કરવા માટે આતુર તાપસી રાહ તો જોવાની છે, પરંતુ સાથે જ કાવતરું પણ ઘડી કાઢે તો નવાઈ નહીં. એ વિશે જણાવતાં તાપસીએ કહ્યું હતું કે ‘હું હૃતિક રોશનની ફૅન છું. દિયા મિર્ઝાના બર્થ-ડે દરમ્યાન હું તેમની પાસે ગઈ હતી. તેમની સાથે સેલ્ફી લેવાની વાત મેં તેમને કહી હતી. જોકે હાલમાં તો હું તેમની સાથે સેલ્ફી લેવાને બદલે ફિલ્મમાં કામ કરવાની તક મળે એ માટે રાહ જોઈશ અને જરૂર પડ્યે ષડયંત્ર પણ કરીશ.’

રિલીઝ પહેલાં મધ્ય પ્રદેશમાં થપ્પડ થઈ ટૅક્સ-ફ્રી
૨૮ ફેબ્રુઆરીએ ‘થપ્પડ’ રિલીઝ થાય એ પહેલાં જ મધ્ય પ્રદેશમાં ફિલ્મને ટૅક્સ-ફ્રી કરવામાં આવી છે. અનુભવ સિંહાની આ ફિલ્મમાં તાપસી પન્નુ અને પવેલ ગુલાટી લીડ રોલમાં જોવા મળશે. ઘરેલુ હિંસા પર આધારિત આ ફિલ્મને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલ નાથે ટૅક્સ-ફ્રી કરવાની જાહેરાત કરી છે. એ વિશે ટ્‍‍વિટર પર જાહેરાત કરતાં મુખ્ય પ્રધાન કમલ નાથે ટ્વીટ કર્યું હતું કે ‘જાતિ આધારિત હિંસા પર આધારિત આ ફિલ્મની સ્ટોરીમાં એક મહિલામાં આવેલું પરિવર્તન, સમાન અધિકાર તથા આત્મસન્માન માટે કરવામાં આવેલા સંઘર્ષને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ‘થપ્પડ’, જે એક સામાજિક સંદેશ આપે છે એને મધ્ય પ્રદેશમાં ટૅક્સ-ફ્રી કરવામાં આવી છે.’

bollywood bollywood news bollywood gossips taapsee pannu hrithik roshan