રશ્મી રોકેટનું બાકી શૂટિંગ 14 દિવસ રણ ઑફ કચ્છમાં થશે, તાપસી ગુજરાતમાં

06 January, 2021 12:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રશ્મી રોકેટનું બાકી શૂટિંગ 14 દિવસ રણ ઑફ કચ્છમાં થશે, તાપસી ગુજરાતમાં

તાપસી પન્નૂ

તાપસી પન્નૂનીની (Taapsee Pannu) ફિલ્મ રશ્મી રોકેટ તેના છેલ્લા તબક્કામાં છે અને હવે આ રોકેટ ગુજરાત તરફ વળવાનું છે. છેલ્લા બે મહિનાથી તાપસી આકરી મહેનત કરી રહી છે, તેની ફિલ્મનું શૂટિંગ પુના અને રાંચીમાં થયું છે. મોટાભાગનું ફિલ્મિંગ થઇ ગયું છે અને હવે આ સ્પોર્ટ્સ ડ્રામાનું યુનિટ ફિલ્મના શૂટના આખરી તબક્કા માટે ગુજરાત તરફ વળશે. મૂળ પ્લાન પ્રમાણે ફિલ્મનું કામ કચ્છના રણમાં એપ્રિલ 2020માં શરૂ થવાનું હતું પણ રોગચાળાને કારણે એ ન થઇ શક્યું.

સુત્રોએ જણાવ્યા અનુસાર, "જ્યારે યુનિટે નક્કી કર્યું કે તેઓ નવેમ્બરમાં શૂટિંગ કરશે ત્યારે ગુજરાત જવાનું શક્ય જ નહોતું કારણકે કચ્છના રણમાં શૂટિંગની પરવાનગી નહોતી મળી. આ કરાણે ડાયરેક્ટર આકર્ષ ખુરાનાએ આખા શિડ્યુલ પર ફરીથી કામ કર્યું અને પહેલાં પૂનામાં શૂટિંગ શરૂ કર્યું. આખરે પરમિશન મળી ગઇ છે અને ટીમ જલ્દી જ લોકેશન પર પહોંચીને શૂટિંગનો બાકીનો હિસ્સો પુરો કરશે. આ 14 દિવસનું શિડ્યુલ રહેશે."

આ ફિલ્મમાં તાપસી સાથે પ્રિયાંશુ પૈન્યુલી છે જેમાં તાપસી કચ્છના દોડવીરનો રોલ કરી રહી છે. આ માટે તાપસીએ આકરી મહેનત કરી છે અને સપ્ટેમ્બર 2020થી તેની બહુ સખત ટ્રેનિંગ પણ ચાલી રહી હતી. આ ટ્રેનિંગ પછી જ તેણે રાંચીમાં રેસિંગ સિકવન્સ શૂટ કર્યો હતો. 

taapsee pannu entertainment news bollywood news