હરિદ્વારની એક કૉલેજનાં જિમને નામ આપવામાં આવ્યું તાપસીનું

17 February, 2020 12:04 PM IST  |  Mumbai

હરિદ્વારની એક કૉલેજનાં જિમને નામ આપવામાં આવ્યું તાપસીનું

તાપસી પન્નુ

તાપસી પન્નુનાં નામે હરિદ્વારની એક કૉલેજનાં જિમનું નામ રાખવામાં આવ્યુ છે. છેલ્લા થોડા મહિનાથી તાપસી ‘હસીન દિલરૂબા’નું શૂટિંગ હરિદ્વારમાં કરી રહી હતી. અહીંની ગુરુકુળ કાંગરી વિશ્વવિદ્યાલયનાં જિમમાં તે એક્સરસાઇઝ કરતી હતી. આ કસરત તે પોતાની આગામી ફિલ્મ ‘રશ્મિ રોકેટ’નાં પાત્રની તૈયારી માટે કરતી હતી. એથી કૉલેજની ફેકલ્ટિએ નક્કી કર્યું કે જિમનું નામ તાપસી પન્નુ હૅલ્થ ઍન્ડ ફિટ્નેસ જિમનેશ્યમ રાખવામાં આવે. આ સંદર્ભે ચર્ચા કરવા માટે કૉલેજનાં અધિકારીઓએ તાપસી સાથે મુલાકાત કરી હતી. આ વાત જાણીને તાપસી પણ ખૂબ ખુશ થઈ ઉઠી હતી. પોતાને મળેલા આ સન્માનથી તેનું માનવું છે કે આ કૉલેજનાં આ નિર્ણયથી છોકરીઓ ફિઝીકલ ફિટ્નેસમાં વધુ ધ્યાન આપતી થશે.

બૉલીવુડની ફિમેલ આયુષ્માન ખુરાના કહેતાં છંછેડાઈ તાપસી

તાપસી પન્નુને બૉલીવુડની ફિમેલ આયુષ્માન ખુરાના કહેતાં તે છંછેડાઈ ગઈ હતી. ‘સાંડ કી આંખ’ માટે તેને અને ભૂમિ પેડણેકરને બેસ્ટ ઍક્ટ્રેસ (ક્રિટીક્સ) અવૉર્ડ મળ્યો છે. તેને શુભેચ્છા આપતાં ‘તુમ્હારી સુલુ’ના પ્રોડ્યુસર તનુજ ગર્ગે કહ્યું હતું કે ‘પાવર હાઉસ તાપસીને ઘણી-ઘણી શુભેચ્છા. તે બૉલીવુડની ફિમેલ આયુષ્માન ખુરાના છે.’

તનુજ ગર્ગને મસ્તીમાં જવાબ આપતાં તાપસીએ કહ્યું હતું કે ‘બૉલીવુડની પહેલી તાપસી પન્નુ કહેવા વિશે શું વિચાર છે?’ તેના આ જવાબને લઈને સોશ્યલ મીડિયા પર તેની વાહ-વાહી થઈ રહી છે.

taapsee pannu bollywood news entertaintment