રિયાની ધરપકડ બાદ તાપસી પન્નૂએ સુશાંતના વકીલની મજાક ઉડાવી

09 September, 2020 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિયાની ધરપકડ બાદ તાપસી પન્નૂએ સુશાંતના વકીલની મજાક ઉડાવી

ફાઈલ તસ્વીર

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગનો મામલો બહાર આવ્યો ત્યાર બાદ બાદ મંગળવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ રિયા ચક્રવર્તીની (Rhea Chakraborty) ધરપકડ કરીને કોર્ટની સમક્ષ હાજર કરી હતી. કોર્ટે રિયાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી હતી. ઘણા બૉલીવુડ સેલેબ્ઝ રિયાને ટેકો આપી રહ્યાં છે અને રિયા માટે ન્યાયની અપીલ કરી રહ્યાં છે. એવામાં અભિનેત્રી તાપસી પન્નૂએ સુશાંતના ફેમિલી વકીલની મજાક ઉડાવી છે.

સુશાંત વતિથી કેસ લડી રહેલા વિકાસ સિંહે રિયાની ધરપકડ ઉપર પ્રતિક્રિયા આપવાનું નકારતા કહ્યું કે, ડ્રગના ચાર્જિસ એ અમારો રિયા વિરુદ્ધનો કેસ નહોતો. તાપસીએ આ મુદ્દો લઈને ટ્વીટરમાં વકીલની મજાક ઉડાવી હતી.

તાપસીએ ટ્વીટ કર્યું કે, રિયા ડ્રગ્સ લેતી નહોતી. તે સુશાંત માટે ડ્રગ્સની ખરીદી કરતી હતી. આમ જો સુશાંત જીવતો હોત તો તેણે જેલમાં જવુ પડ્યુ હોત? નહીં, રિયાએ જબરદસ્તી સુશાંતને ડ્રગ્સ આપ્યા હશે. સુશાંતને કદાચ જબરદસ્તી મારીજુઆના આપવામાં આવ્યું હશે. આમ જ થયું હશે.

તાપસીએ અન્ય એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, તેનું (વકીલ) કહેવું છે કે આ કેસ નહોતો. આમ રિયા લાલચી પણ નથી અને ખૂની પણ નથી. તો આ કેસ જેનો પણ હતો તેને મુબારક. કારણ કે સુશાંતને નહીં પણ તે લોકોને જરૂર ન્યાય મળ્યો છે. મુબારક હો.

અનુરાગ કશ્યપ (Anurag Kashyap), વિદ્યા બાલન (Vidya Balan), સોનમ કપૂર(Sonam Kapoor), ફરહાન અખ્તર (Farhan Akhtar), અમૃતા અરોરા (Amrita Arora), અભય દેઓલ (Abhay Deol), દિયા મિર્ઝા (Dia Mirza), ટિસ્કા ચોપડા (Tisca  Chopra), શિબાની દાંડેકર (Shibani Dandekar), પુલકિત સમ્રાટ (Pulkit Samrat) સહિતના સેલેબ્ઝે સોશ્યલ મીડિયા પર રિયાને સપોર્ટ કરી રહ્યા છે.

sushant singh rajput rhea chakraborty taapsee pannu