તાપસી પન્નુની ફિલ્મ 'થપ્પડ' ટોચના ડિરેક્ટર દ્વારા હોસ્ટ કરવામાં આવશે

16 February, 2020 02:52 PM IST  |  Mumbai

તાપસી પન્નુની ફિલ્મ 'થપ્પડ' ટોચના ડિરેક્ટર દ્વારા હોસ્ટ કરવામાં આવશે

થપ્પડ

‘થપ્પડ’ની દેશભરમાં સ્ક્રીનીંગ કરવામાં આવે એ માટે બૉલીવુડનાં દિગ્ગજ પ્રોડ્યુસરો આગળ આવ્યા છે. ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ડિરેક્ટર અનુભવ સિંહાની આ ફિલ્મમાં તાપસી પન્નુ અને પવેલ ગુલાટી લીડ રોલમાં છે. જોકે તેમણે રિલીઝ પહેલા જ આ ફિલ્મનો ઇન્ડિયાના વિવિધ શહેરોમાં સ્ક્રીનીંગનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. અનુરાગ કશ્યપ, સુધીર મિશ્રા, હંસલ મેહતા અને વિશાલ ભારદ્વાજ વિવિધ શહેરોમાં આ ફિલ્મની સ્ક્રીનીંગની જવાબદારી લીધી છે. ફિલ્મ વિશે અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘આ પ્રકારની એક અવિશ્વસનીય ફિલ્મ એક સાધારણ તર્ક પર આધારિત છે. એની આપણાં દેશમાં ખૂબ જરૂર છે. આ સામાજિક પુરુષ પ્રધાન પરંપરાને ખતમ કરવા માટે આ શક્તિશાળી ફિલ્મ છે. આ અગાઉ કદી પણ‌ કોઈ ફિલ્મ જોઈને મારી આંખોમાં આંસુ નથી આ‍વ્યા. આ ફિલ્મ સાથે જોડાઈને ગર્વ થઈ રહ્યો છે. ‘થપ્પડ’ની સ્ક્રીનીંગને હૉસ્ટ કરવાની મને ખુશી છે. આ મહિલાઓ કરતાં પુરુષો માટેની ફિલ્મ છે.’

૧૮ ફેબ્રુઆરીએ દિલ્હીમાં થનારી સ્ક્રીનીંગને વિશાલ ભારદ્વાજ હૉસ્ટ કરશે. એ વિશે વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે ‘મને લાગે છે કે આ એક મહત્ત્વપૂર્ણ ફિલ્મ છે. મેં આ ફિલ્મ જોઈ છે અને પર્સનલી મને એ ખૂબ ગમી છે. હું આ ફિલ્મ અને એની સાથે સંકળાયેલી ભાવનાઓને અનુભવની સાથે પોતાની બનાવવા માગતો હતો.’

હંસલ મેહતા ૨૧ ફેબ્રુઆરીએ જયપુરમાં આયોજિત સ્ક્રીનીંગની મેજબાની કરીશે. એ વિશે હંસલ મેહતાએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘થપ્પડ’ આજના સમયની અગત્યની ફિલ્મોમાંની એક છે, જેને આજે ભારતમાં વિવિધ મુદ્દાઓ પર અવાજ બુલંદ કરનારાં ડિરેક્ટરે ડિરેક્ટ કરી છે. આ ન માત્ર એક મહત્ત્વની ફિલ્મ છે, પરંતુ ખૂબ જ સારી રીતે બનાવવામાં આવેલી ફિલ્મ છે. મારા મનપસંદ શહેર જયપુરમાં લિંગ સમાનતા અને મહિલાઓનાં અધિકારો માટે અનેક ચૅમ્પિયન્સની વચ્ચે આ ફિલ્મનો પ્રિવ્યુ રજુ કરવાનો મને ગર્વ છે. આ એક એવી ફિલ્મ છે જે દેશભરમાં ચર્ચાને વેગ આપશે. અસંવેદનશીલ પુરુષો સાવધાન થઈ જાવ.’

સુધીર મિશ્રાએ ૨૦ ફેબ્રુઆરીએ ભોપાલમાં આ ફિલ્મની સ્ક્રીનીંગની જવાબદારી લીધી છે. એ સંદર્ભે સુધીર મિશ્રાએ કહ્યું હતું કે ‘રોમાંચક સમયમાં, સામાજિક-રાજકીય ફિલ્મો બનાવવા માટે સ્વતંત્ર પ્રોડ્યુસર એક બીજાને ટેકો આપી રહ્યા છે એ એક સારી વાત છે. અનુભવે વર્તમાનમાં એવી ફિલ્મો બનાવી છે કે જેણે હાલનાં સમયની રાજકીય સ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે. ‘થપ્પડ’ પણ આવી જ એક ફિલ્મ છે.’

taapsee pannu vishal bhardwaj hansal mehta anurag kashyap sudhir mishra bollywood bollywood news