થપ્પડએ બે દિવસમાં કર્યો ૮.૧૨ કરોડનો બિઝનેસ

02 March, 2020 10:58 AM IST  |  Mumbai Desk

થપ્પડએ બે દિવસમાં કર્યો ૮.૧૨ કરોડનો બિઝનેસ

શુક્રવારે રિલીઝ થયેલી ‘થપ્પડ’એ બે દિવસમાં બૉક્સ-ઑફિસ પર ૮.૧૨ કરોડનો બિઝનેસ કર્યો છે. વૈવાહિક જીવનમાં એક થપ્પડ કેવા-કેવા ફેરફાર લાવે છે એના પર આ ફિલ્મ આધારિત છે. અનુભવ સિંહાની આ ફિલ્મમાં તાપસી પન્નુ અને પાવેલ ગુલાટીની સાથે દિયા મિર્ઝા, રામ કપૂર, તન્વી આઝમી અને માનવ કૌલ લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. પહેલા દિવસે આ ફિલ્મે ૩.૦૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. શનિવારે આ ફિલ્મે ૫.૦૫ કરોડનું કલેક્શન જમા કર્યું હતું. આ સાથે ટોટલ ૮.૧૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

bollywood box office bollywood news bollywood gossips taapsee pannu