08 May, 2023 04:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોતાની આ ટ્રિપનો ફોટો તાપસીએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે
તાપસી પન્નુ હાલમાં ન્યુ યૉર્ક ફરવા નીકળી છે અને એ પણ સાડી પહેરીને. પોતાની આ ટ્રિપનો ફોટો તાપસીએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. એમાં તેણે પર્પલ સાડી અને સ્લીવલેસ વાઇટ બ્લાઉઝ પહેર્યાં છે. સાડી સાથે તેણે સ્નીકર્સ અને સનગ્લાસિસ પણ પહેર્યાં છે. એક કૅફેની બહાર તે બેઠી છે. એનો ફોટો પણ તેણે શૅર કર્યો છે. સાથે જ હાથમાં ગ્લાસ લઈને પોતાનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી, ક્લિયરલી ઍન્ટિ બાર પર્સન.