હું સાઉથની ફિલ્મોમાં સતત કામ કરતી રહીશ : તાપસી

25 November, 2019 09:55 AM IST  |  Mumbai

હું સાઉથની ફિલ્મોમાં સતત કામ કરતી રહીશ : તાપસી

તાપસી પન્નૂ

તાપસી પન્નુનું કહેવું છે કે ભારતમાં બધા લોકો હિન્દી ભાષા સમજી શકતા નથી, એથી તે સાઉથની ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખશે. તેણે તામિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેનું એમ પણ માનવું છે કે કેટલાક કલાકારો અલગ-અલગ ભાષા અને વિવિધ ધર્મના હોવા છતાં અલગ ફિલ્મોમાં કામ કરીને પણ ખાસ્સી નામના મેળવી લે છે. આ વિશે તાપસીએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે થોડા ઍક્ટર્સ જ છે જે બધી બાજુએ સફળ થાય છે. એથી હું એ પોઝિશન છોડવા નથી માગતી. એ ખરેખર મૂર્ખામી કહેવાય જો હું સાઉથની માર્કેટ છોડી દઉં. એવી ધારણા બની ગઈ છે કે હિન્દી આપણા દેશમાં બધાને સમજાય છે. જોકે મારું એવું માનવુ નથી. હું સાઉથમાં સતત કામ કરતી રહીશ. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મને ફિલ્મમેકિંગ શીખવાડ્યું છે. એણે મને એક ઍક્ટર બનાવી છે. એથી મારામાં એક આભારની લાગણી છે. સાઉથમાં કામ કરવાને કારણે જ બૉલીવુડમાં કામ કરવાની તક મળી છે. સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સે મને લાઇટ અને કૅમેરા શું વસ્તુ છે એ શીખવાડ્યું છે. એથી એને હું ન છોડી શકું.’

taapsee pannu entertaintment