08 April, 2023 06:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાપસી પન્નુ
તાપસી પન્નુએ તેની સિક્સ-પૅક ઍબ્સ દેખાડી છે. તેણે પોતાનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેની સાથે તેનો ટ્રેઇનર સુજિત કારગુટકર દેખાય છે. તાપસી બ્લૅક જિમ વેઅરમાં છે. તે સુપરફિટ દેખાઈ રહી છે. તેના આ ફોટોને જોઈને સૌકોઈ તેના આ નવા અવતારની પ્રશંસા કરી રહ્યા છે. તાપસી ‘ડંકી’માં શાહરુખ ખાન સાથે જોવા મળવાની છે. સિક્સ-પૅક ઍબ્સ દેખાડતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કહ્યું કે ‘મહિનાઓની સખત મહેનત બાદ આ શક્ય થયું છે. સુજિત, ફાઇનલી તારી પાસે આ ફોટો છે અને હવે હું છોલે-ભટૂરે અને ક્રોસૉં ખાવા જાઉં છું.’