તાપસી પન્નુ અને વિક્રાન્ત મૅસી હસીન દિલરુબામાં દેખાશે

18 December, 2019 02:28 PM IST  |  Mumbai Desk

તાપસી પન્નુ અને વિક્રાન્ત મૅસી હસીન દિલરુબામાં દેખાશે

તાપસી પન્નુ અને વિક્રાન્ત મૅસી મર્ડર-મિસ્ટ્રી ‘હસીન દિલરુબા’માં સાથે જોવા મળવાનાં છે. તાપસી અને વિક્રાન્ત પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. હાલમાં તાપસી ‘થપ્પડ’માં વ્યસ્ત છે. તો વિક્રાન્ત ‘છપાક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘હસીન દિલરુબા’ને હિમાંશુ શર્મા સાથે મળીને આનંદ એલ. રાય પ્રોડ્યુસ કરવાનાં છે. ૨૦૨૦ની ૧૮ સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મનું શૂટિંગ જલદી શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનું પોસ્ટર ટ્‍‍વિટર પર શૅર કરીને તાપસીએ ટ્વીટ કર્યું હતું કે ‘મિલે તો દિલ જવાં નિસાર હો ગયા. શિકારી ખુદ યહાં, શિકાર હો ગયા. હું કદાચ ખરાબ હોઈ શકું છું, પરંતુ ‘હસીન દિલરુબા’ની દુનિયામાં હું પરફૅક્ટ છું. ૨૦૨૦ની ૧૮ સપ્ટેમ્બરે તમને તેની સાથે મળાવવા માટે હું ખૂબ ઉત્સાહિત છું.’

bollywood vikrant massey taapsee pannu bollywood news bollywood gossips