તાપસી પન્નુએ ખુલ્લમખુલ્લા હ્રિતિક રોશનને પ્યારનો ઈઝહાર કર્યો

08 June, 2020 07:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તાપસી પન્નુએ ખુલ્લમખુલ્લા હ્રિતિક રોશનને પ્યારનો ઈઝહાર કર્યો

તાપસી પન્નુ, હ્રિતિક રોશન (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

અભિનેત્રી તાપસી પન્નુના પ્યારની ચર્ચા અત્યારે ચારે તરફ થઈ રહી છે. અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર ખુલ્લેઆમ સુપરસ્ટાર હ્રિતિક રોશનને પ્યારનો ઈઝહાર કર્યો છે. તાપસીનું પ્રપોઝલ જોઈને અભિનેતા પણ રિપ્લાઈ આપ્ય વગર રહી શક્યો નહોતો. બન્ને સેલેબ્ઝના પોસ્ટ સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયા છે.

લૉકડાઉન દરમ્યાન તાપસી બહેન શગુન સાથે ક્વૉલિટી ટાઈમ પસાર કરી રહી છે. બન્ને બહેનોએ હ્રિતિકની ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' ટીવી પર જોઈ અને પછી ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શૅર કરતાં લખ્યું હતું કે, અમારા ઘરમાં હ્રિતિકની વાતો ક્યારેય ખુટતી જ નથી. શરૂઆતથી લઈને અંત સુધી અમે ફક્ત એની જ વાતો કરીએ છીએ.

તાપસી પન્નુએ પોસ્ટ કરેલી સ્ટોરી

તાપસીની સ્ટોરી જોયા બાદ હ્રિતિક પોતાની જાતને રોકી શક્યો નહોતો અને તાપસીએ શૅર કરેલી તસવીરો પોતાની વૉલ પર શૅર કરતા લખ્યું હતું કે, તમારી પ્રશંસાએ મારા ચહેરા પર સ્માઈલ લાવી દીધું છે.

હ્રિતિક રોશને પોસ્ટ કરેલી સ્ટોરી

આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર વહુ જ વાયરલ થઈ છે. તમને જણાવી દઈએ કે, 'કહો ના પ્યાર હૈ' હ્રિતિકની ડેબ્યૂ ફિલ્મ હતી.

lockdown entertainment news bollywood bollywood news bollywood gossips instagram taapsee pannu hrithik roshan