T Shirt Challenge: હવે અભિનેત્રીઓ એકબીજાને આપે છે આ ચેલેન્જ

07 April, 2020 06:17 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

T Shirt Challenge: હવે અભિનેત્રીઓ એકબીજાને આપે છે આ ચેલેન્જ

કોરોના વાયરસ લૉકડાઉનમાં બધાં સેલેબ્સ ઘરે છે અને જુદી જુદી રીતે પોતાનો ટાઈમ પાસ કરે છે. આ દરમિયાન સેલેબ્સ વચ્ચે એક ચેલેન્જ વાયરલ થઈ રહી છે. બધી ચેલેન્જની જેમ દરેક એકબીજાને આ ચેલેન્જ માટે નૉમિનેટ કરે છે. આ ચેલેન્જનું નામ છે ટી-શર્ટ ચેલેન્જ. યૂ-ટ્યૂબ પર ટી-શર્ટ ચેલેન્જના અનેક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં લોકો હાથ પર ઊભા રહીને ટીશર્ટ પહેરી રહ્યા છે.

હાલ આ ચેલેન્જ બોલીવુડમાં પણ આવી ચૂક્યું છે. તાજેતરમાં જ નેહા શર્માએ પણ આ ચેલેન્જ પૂરી કરી, અને તેણે આમાં થોડીક ચીટિંગ પણ કરી લીધી છે. નેહાએ ચેલેન્જ પૂરી કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શૅર પણ કર્યો છે અને તેના પછી પોતાની બહેનને આ ચેલેન્જ લેવા કહ્યું. સાથે જ નેહા શર્માએ લખ્યું, "ટી-શર્ટ ચેલેન્જ. આ આયશા શર્મા માટે છે. હું ખૂબ જ કંટાળી રહી હતી તો વિચાર્યું આ ટ્રાય કરી લઉં. મેં ટી-શર્ટ ચેલેન્જને તૂટેલા કાંડા સાથે કર્યું છે આ માટે મારી ચીટિંગને માફ કરો. મજા કરો અને જો વિચાર્યું છે તો કરો. સેફ રહો. ઘરે રહો."

શું છે ચેલેન્જ?
આ ચેલેન્જમાં ચેલેન્જ કરનારાએ હાથના બળે એટલે કે હાથ પર ઉંધા ઊભા રહેવાનું હોય છે. આ માટે તમે દિવાલનો ટેકો પણ લઈ શકો છો. ત્યાર બાદ ઉંધા રહીને જ જમીન પર પગ અડાડ્યા વગર જ ટીશર્ટ પહેરલું આમાં હાથથી ઘણી મહેનત કરવાની હોય છે અને જોઇને જ લાગે છે કે આ ચેલેન્જ ખૂબ જ મુશ્કેલ હોય છે.

મંદના કરીમીએ સની લિયોનીને આપી ચેલેન્જ
યૂ-ટ્યૂબ પર બોલીવુડ ટીવી નામની એક ચેનલે વીડિયો શૅર કર્યો છે, જેમાં સની લિયોની અને મંદના કરીમી એકબીજા સાથે વાત કરે છે અને તેના પછી મંદના કરીમીએ પહેલા આ ચેલેન્જ સની લિયોનીને કરીને બતાવી અને સની લિયોનીને પણ આમ કરવા કહ્યુ. માનવામાં આવે છે કે ભારતમાં પણ હવે ધીમે-ધીમે લોકો આ ચેલેન્જ પૂરી કરશે અને સેલેબ્સ પણ એકબીજાને આ પડકાર આપશે.

bollywood bollywood news neha sharma bollywood gossips