ટી-સિરીઝને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં મળ્યું સ્થાન

16 June, 2019 10:04 AM IST  | 

ટી-સિરીઝને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં મળ્યું સ્થાન

ભૂષણ કુમાર

યુટ્યુબ ચૅનલ પર ટી-સિરીઝના ૧૦૦ મિલ્યન સબસ્ક્રાઇબર્સ થતાં એને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડસના અધિકારીઓએ આ સર્ટિફિકેટ ટી-સિરીઝના ભૂષણ કુમારને સોંપ્યું છે. ટી-સિરીઝની સ્થાપના ગુલશન કુમારે કરી હતી અને ભૂષણ કુમાર તેમનો દીકરો છે. ગુલશન કુમારના અવસાન બાદ મ્યુઝિક કંપનીની જવાબદારી ભૂષણ કુમારે લઈ લીધી હતી.

આ પણ વાંચો : અનુષ્કા શર્માના કૂલ ઍટિટ્યુડના પ્રશંસક છે અનુપમ ખેર

સર્ટિફિકેટ સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને ભૂષણ કુમારે ટ્વીટ કર્યું હતું કે ‘મારા પિતાના સપનાને પૂરું કરતાં આજે અમારી કંપનીએ ટીમના સપોર્ટથી વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. એના માટે અમે અથાક પરિશ્રમ કર્યો છે. ૧૦૦ મિલ્યન સબસ્ક્રાઇબર્સ થતાં પહેલા એવા યુટ્યુબ ચૅનલ તરીકે ઓળખ અપાવવા માટે થૅન્ક યુ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ. એનો શ્રેય હું મારા પિતા અને મારી ટીમને આપું છું.’

bhushan kumar t-series bollywood news