ટી-સિરીઝના કર્મચારીનો કોરોના રિપૉર્ટ પૉઝિટિવ આવતાં ઑફિસ સીલ

13 May, 2020 06:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટી-સિરીઝના કર્મચારીનો કોરોના રિપૉર્ટ પૉઝિટિવ આવતાં ઑફિસ સીલ

પ્રતિકાત્મક તસવીર

ભૂષણ કુમારની ટી-સિરીઝનો એક કર્મચારી કોરોના પૉઝિટિવ મળી આવતાં ઑફિસને સીલ કરવામાં આવી છે. ઑફિસનો કૅરટેકર પૉઝિટિવ આવતાં તે હાલમાં સારવાર હેઠળ છે. આ વિશે ભૂષણ કુમારે સ્ટેટમેન્ટ જાહેર કરતાં કહ્યું હતું કે ‘અમને હાલમાં જ ખબર પડી છે કે અમારી ટી-સિરીઝ ઑફિસનો એક કર્મચારી કોરોના પૉઝિટિવ છે. ઑફિસમાં જ રહેતા કેટલાક સિક્યૉરિટી ગાર્ડ અને હેલ્પર્સ લૉકડાઉનને કારણે તેમના ઘરે નથી જઈ શક્યા. ટી-સિરીઝમાં કામ કરતી દરેક વ્યક્તિ અમારા માટે ફૅમિલી જેવી છે અને આ પરિસ્થિતિમાં અમે તમામ સાવચેતી રાખી રહ્યા છીએ. આ વ્યક્તિને સારી રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે અને સરકાર દ્વારા સૂચવેલાં અમે તમામ પગલાં લઈ રહ્યા છીએ અને બિલ્ડિંગને સૅનિટાઇઝ કરવામાં આવશે. લૉકડાઉનને કારણે જે પણ નિયમો જાહેર કરવામાં આવ્યા છે એનું અમે પાલન કરી રહ્યા છીએ અને ઘરેથી જ કામ કરીએ છીએ. અમે હંમેશાં એકબીજાની કાળજી રાખી છે અને આ સમયે પણ ટી-સિરીઝની દરેક વ્યક્તિ એકમેકની કાળજી લેશે.’

coronavirus covid19 t-series bhushan kumar entertainment news bollywood bollywood news bollywood gossips