તનિષ્કે વિવાદો વચ્ચે હટાવી જાહેરાત તો સ્વરા ભાસ્કરે કહ્યું આ...

14 October, 2020 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

તનિષ્કે વિવાદો વચ્ચે હટાવી જાહેરાત તો સ્વરા ભાસ્કરે કહ્યું આ...

તનિષ્કે વિવાદો વચ્ચે હટાવી જાહેરાત તો સ્વરા ભાસ્કરે કહ્યું આ...

તનિષ્ક કંપનીની એક જાહેરાતને લઈને સોશિયલ મીડિયા પર થયેલી ટ્રોલિંગ બાદ કંપનીએ પોતાની જાહેરાત પાછી ખેંચી લીધી છે. આ વાતને લઈને ઘણાં બોલીવુડ કલાકારોએ ટ્વીટ કર્યું અને તનિષ્ક દ્વારા પોતાની જાહેરાત પાછી ખેંચી લેવા પર નારાજગી વ્યક્ત કરી છે. તો તાજેતરમાં જ બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે (Swara Bhaskar) આ વાતને લઈને ટ્વીટ કર્યું છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. પોતાના ટ્વીટમાં સ્વરા ભાસ્કરે તનિષ્ક પર નિશાનો સાધતા કહ્યું કે આટલી મોટી કંપની અને આટલું નબળું હાડકું. સ્વરા ભાસ્કરના આ ટ્વીટ પર લોકો પણ ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે.

સ્વરા ભાસ્કરે પોતાના ટ્વીટમાં તનિષ્ક દ્વારા એડ પાછી ખેંચવા પર લખ્યું, "આટલી મોટી કંપની અને આટલી નબળી કરોડરજ્જૂ". જણાવવાનું કે સ્વરા ભાસ્કર સિવાય બોલીવુડના જાણીતા ડિરેક્ટર ઓનિરે પણ ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ધ્યાન ખેંચી રહ્યું છે. પોતાના ટ્વીટમાં ઓનિરે લખ્યું છે કે, "અમે નિરાશ છીએ... ખૂબ જ દુઃખની વાત છે." તેમના સિવાય ફરાહ ખાન અલીએ પણ તનિષ્કને લઈને ટ્વીટ કર્યું છે. બોલીવુડ કલાકારોથી જુદાં શશિ થરૂર જેવા નેતાઓએ પણ તનિષ્કના વિજ્ઞાપન પર ટ્વીટ કર્યું હતું.

જણાવવાનું કે તનિષ્કે એક આંતરધાર્મિક લગ્ન પછી ખોળો ભરવાની વિધિ બતાવવાની આ જાહેરાત ગયા અઠવાડિયે જ રિલીઝ કરી હતી, જેના પછી સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આને લવ જિહાદને પ્રોત્સાહન આપનારી એડ જમાવી અને આને હટાવવા માટેની માગ કરવામાં આવી. જો કે, કેટલાય લોકોએ નફરત અને ભેદભાવપૂર્ણ ટ્વીટ્સની ટીકા કરી અને તેમને ભારતના વિચારોની વિરુદ્ધ કહ્યું. તનિષ્કે વીડિયોમાં બતાવેલી ગોલ્ડ જ્વેલરી કલેક્શનનું નામ એકત્વમ રાખ્યું પણ હવે આ વીડિયો કંપનીના યૂટ્યૂબ ચેનલ પર પણ અવેલેબલ નથી.

વિવાદ સર્જાતાં તનિષ્કે તેની જાહેરાત પાછી ખેંચી

લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ, ટ્વિટર પર બોયકોટ તનિષ્ક વાઇરલ

તહેવારની સિઝનમાં એક જાહેરાત પ્રસિદ્ધ કરીને તનિષ્ક જ્વેલરી કંપની વિવાદમાં સપડાઈ છે. વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને સોશ્યલ મીડિયા પર તનિષ્કને ટ્રોલ કરવામાં આવી અને તેના બોયકોટની માગણી કરવામાં આવી. સોમવારે ટ્વિટર પર આખો દિવસ ‘બોયકોટ તનિષ્ક’નો ટ્રૅન્ડ ચાલ્યો હતો. વિવાદ સર્જાતાં કંપનીએ તેની જાહેરાત પાછી ખેંચી લીધી છે.

વિવાદનું મૂળ એવી તનિષ્કની આ જાહેરાતમાં એક હિન્દુ મહિલા બતાવાઈ છે, જેનાં લગ્ન મુસ્લિમ પરિવારમાં થયાં છે. વિડિયોમાં મહિલાનો ખોળો ભરવાનું ફંક્શન ચાલી રહ્યું છે. દરમ્યાન મુસ્લિમ પરિવાર હિન્દુ રીત-રિવાજ અપનાવતો બતાવાય છે. વિડિયોના અંતે ગર્ભવતી મહિલા તેની સાસુને પૂછે છે, ‘મા આ રિવાજ તમારા ઘરમાં નથી હોતોને?’ ત્યારે સાસુ જવાબ આપે છે, ‘દીકરીઓને ખુશ કરવાનો રિવાજ તો દરેક ઘરમાં હોય છે ને?’

હિન્દુ-મુસ્લિમ પરિવારને એક બતાવતી તનિષ્કની આ જાહેરાત ઘણા લોકોને પસંદ ન પડી અને તેમણે આ જાહેરાત લવ-જેહાદને વેગ આપનારી ગણાવીને તેને ટ્રોલ કરવા માંડી.

કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર અને અભિષેક મનુ સિંઘવીએ આ જાહેરાતનું સમર્થન કર્યું હતું, તો રાષ્ટ્રીય મહિલા પંચનાં ભૂતપૂર્વ સભ્ય શમીના શફીકે પણ જાહેરાતની તરફેણ કરીને લખ્યું, ‘થેન્ક્યુ ડિયર ટ્રોલર્સ, આ સુંદર જાહેરાત તરફ અમારું ધ્યાન ખેંચવા માટે.’ કંગના રનોતે આ ઍડ્નો વિરોધ કરતા કહ્યું હતું કે આ ઍડ્ ખોટી છે. એક હિન્દુ મહિલાનો સ્વીકાર ત્યારે જ કરવામાં આવે છે જ્યારે તે ગર્ભવતી હોય છે.

swara bhaskar bollywood bollywood news bollywood gossips entertainment news national news