સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ થયું હતું એ સમજવામાં મને સમય લાગ્યો હતોઃસ્વરા

19 January, 2019 10:48 AM IST  | 

સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ થયું હતું એ સમજવામાં મને સમય લાગ્યો હતોઃસ્વરા

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કરનું કહેવું છે કે તેનું પણ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ થયું હતું એ સમજવામાં તેને વર્ષો લાગી ગયાં હતાં. તેનું એમ પણ કહેવુ છે કે આપણા સમાજમાં ખરાબ વર્તન વિશે યોગ્ય જાણકારી આપવામાં નથી આવતી. સ્વરાએ નામ લીધા વગર જણાવ્યું હતું કે એક ડિરેક્ટરે તેનું શોષણ કર્યું હતું. આ વિશે વિસ્તારમાં સ્વરાએ કહ્યું હતું કે ‘એક પૅનલ ડિસ્કશનમાં કોઈએ તેમનો સેક્સ્યુઅલ હૅરેસમેન્ટનો અનુભવ જણાવ્યો હતો. મને એ વખતે લાગ્યું કે મારી સાથે જે થયું હતું એ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ જ હતું. મને એનો કદી પણ અહેસાસ નહોતો થયો, કારણ કે હું ત્યાથી ભાગી ગઈ હતી.

આ પણ વાંચોઃ કામ કરતી યુવતીઓ માટે કરીના પ્રેરણા સમાન છે : સ્વરા ભાસ્કર

એ વ્યક્તિએ મને ટચ પણ નહોતી કરી અને એ પહેલાં જ હું ત્યાંથી નીકળી ગઈ હતી. મેં પોતાને કહ્યું હતું કે આ જે પણ ડિરેક્ટર છે તે જે કંઈ પણ દેખાડી રહ્યો છે એ પૂર્ણ સત્ય નથી, તે ફક્ત એક ઇડિયટ જ નહીં પરંતુ એક પ્રિડેટર પણ બની રહ્યો હતો.’

swara bhaskar