26 September, 2023 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મમ્મી સ્વરાએ દીકરીનું નામ રાખ્યું રાબિયા
સ્વરા ભાસ્કરે ૨૩ સપ્ટેમ્બરે દીકરીને જન્મ આપ્યો છે. તેનું નામ રાબિયા રાખ્યું છે. સ્વરાએ ફેબ્રુઆરીમાં સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ હેઠળ પૉલિટિશ્યન ફહાદ અહમદ સાથે કોર્ટ મૅરેજ કર્યાં છે. થોડા સમય અગાઉ જ ફહાદ અને સ્વરાના ફ્રેન્ડ્સે સાથે મળીને તેનો સરપ્રાઇઝ બેબી-શાવર રાખ્યો હતા. મમ્મી બનવાના ન્યુઝ સ્વરાએ સોશ્યલ મીડિયામાં આપ્યા છે. જોકે દીકરીનો ચહેરો નથી દેખાડ્યો. ફહાદ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સ્વરાએ કૅપ્શન આપી હતી, ‘પ્રાર્થના સાંભળવામાં આવી, આશિષ આપવામાં આવી, એક આધ્યાત્મિક ગીત ગુંજી રહ્યું છે. અમારી દીકરી રાબિયાનો જન્મ ૨૦૨૩ની ૨૩ સપ્ટેમ્બરે થયો છે. આભારવશ અને દિલમાં છલકાતી ખુશીઓની સાથે સૌએ આપેલા પ્રેમ બદલ આભાર. આ એક નવું જ વિશ્વ છે.’