લૉકડાઉનમાં અટવાયેલા શ્રમિકોની મદદે આવી સ્વરા ભાસ્કર

06 June, 2020 08:39 PM IST  |  Mumbai Desk | Harsh Desai

લૉકડાઉનમાં અટવાયેલા શ્રમિકોની મદદે આવી સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર

લૉકડાઉનને કારણે જે પણ શ્રમિકો તેમના ઘરે જઈ રહ્યા છે તેમની મદદે હવે સ્વરા ભાસ્કર પણ આવી છે. સોનુ સૂદે લોકોને ઘરે પહોંચાડવાની જવાબદારી ઉપાડી હતી. જોકે હવે સ્વરા પણ અટવાયેલા મજૂરોને તેમના ઘરે પહોંચાડી રહી છે. સ્વરા જ્યારે મુંબઈથી બાય રોડ દિલ્હી તેનાં મમ્મીની ખબર લેવા ગઈ હતી ત્યારે તેણે રસ્તા પર મજૂરોને જોયા હતા. તે આ માટે તેના ટ્વિટર અકાઉન્ટનો ઉપોગ કરી રહી છે. તેણે સૌથી પહેલાં ૧૩૫૦ મજૂરો માટે શ્રમિક એક્સપ્રેસમાં ટ્રેઇનની ટિકિટ બુક કરાવી હતી. આ મજૂરો બિહાર અને ઉત્તર પ્રદેશના છે. સ્વરાએ લોકોને ટ્વિટર પર મેસેજ કરવા કહ્યું હતું જેથી તે લોકોની મદદ કરી શકે. સ્વરા હાલમાં દિલ્હી સરકાર અને ત્યાંના લોકલ એનજીઓ સાથે મળીને લોકોને સેવા પૂરી પાડવા માટે મદદ કરી રહી છે. તેણે ગરીબ લોકોને ફુટવેઅરની પણ મદદ કરી છે અને જીવનજરૂરિયાતની વસ્તુ પણ આપી છે. આ વિશે સ્વરાએ કહ્યું હતું કે ‘મારી મમ્મીને જ્યારે ફ્રૅક્ચર થયું હતું ત્યારે તેની ખબર લેવા માટે હું મુંબઈથી દિલ્હી બાય રોડ ગઈ હતી. હું રોડ ટ્રિપ દ્વારા ઘરે પહોંચી શકું છું, પરંતુ લાખો લોકો નથી પહોંચી શકતા એનું મને ખૂબ જ દુઃખ થયું હતું. હું જેવી દિલ્હી પહોંચી કે મેં એનજીઓ સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું હતું. દિલ્હી છોડીને જઈ રહેલા લોકોની મેં સોશ્યલ મીડિયા દ્વારા માહિતી ભેગી કરી હતી અને ત્યાર બાદ તેમને બસ અને ટ્રેનની સીટ મળી રહે એની તકેદારી રાખી હતી. મેં આ એક ટીમ સાથે મળીને કર્યું છે અને લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે એ જોઈને પણ ખુશી થઈ રહી છે.’

bollywood bollywood news bollywood gossips swara bhaskar harsh desai