સુષ્મિતા સેનનો ચોંકાવનારો ખુલાસો, ઘણાં વર્ષ રહી આ બીમારી સાથે

19 May, 2020 07:51 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

સુષ્મિતા સેનનો ચોંકાવનારો ખુલાસો, ઘણાં વર્ષ રહી આ બીમારી સાથે

સુષ્મિતા સેન

બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા ભલે લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે, પણપોતાની તસવીરો અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તે પોતાના ચાહકોને એન્ટરટેઇન કરતી રહે છે. હાલ સુષ્મિતા સેન પોતાની ગ્લેમરસ તસવીરો, વર્કઆઉટ વીડિયોઝ અને પોતાના બૉયફ્રેન્ડ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં સુષ્મિતા સેને જણાવ્યું કે તેણે ત્રણ વર્ષ સુધી એક બીમારીનો સામનો કર્યો અને બીમારી સામેની આ જંગમાં જીત હાંસલ કરી. તેણે પોતાની યુ-ટ્યૂબ ચેનલ પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે તેણે આ બીમારીનો સામનો કેવી રીતે કર્યો.

સુષ્મિતા સેને એક વીડિયો શૅર કર્યો છે, જેમાં સુષ્મિતા સેન Nunchaku પ્રૅક્ટિસ કરે છે. આખા વીડિયોમાં અભિનેત્રી નાનચાકૂથી જ પ્રૅક્ટિસ કરે છે અને તેના બૅકગ્રાઉન્ડ મ્યૂઝિકમાં કેટલાક મંત્ર વાગી રહ્યા છે. સુષ્મિતાના વીડિયો કૅપ્શનમાં પોતાની બીમારી અને તેની સામેની લડાઇ વિશે જણાવ્યું છે. સુષ્મિતા સેને ખુલાસો કર્યો છે કે તેમણે એડિસનની બીમારી હતી અને તેમણે તેમની દ્રઢ ઇચ્છાશક્તિ અને નાનચાકૂ વર્કઆઉટ સેશનથી આની સામે લડી છે.

તમને જણાવીએ કે નાનચીકૂ માર્શલ આર્ટ હથિયાર છે, જેમાં એક ચેનની બન્ને બાજુ હેન્ડ જેવું લાગેલું હોય છે. પોતાની બીમારીને લઈને એક્ટ્રેસે કહ્યું કે તેણે 2014માં ઇમ્યુનથી સંબંધિત એડિસન રોગ થયો હતો. તેણે કહ્યું કે, "સપ્ટેમ્બર 2014માં મને એડિસન બીમારીની ખબર પડી જેથી શરીરનું ઇમ્યૂન સિસ્ટમ ખરાબ થાય છે, મને એવું લાગતું હતું કે જામે મારી અંદર કોઇ ફાઇટ બચી નથી... એક થાકેલું શરીર જે ખૂબ જ વધારે નિરાશા અને આક્રમરતાથી ભરેલું હતું."

આગળ અભિનેત્રીએ જણાવ્યું છે, "મારી આંખોની નીચે ડાર્ક સર્કલ થયા. હું તમને કહી જ નથી શકતી કે આ અંધારભર્યા સમયમાં સ્ટેરૉયડ કૉર્ટિસોલ અને આના અગણિત દુષ્પ્રભાવોને મેં 4 વર્ષ સુધી કેવી રીતે સહન કર્યા. આ જૂની બીમારી સાથે જીવવાની તુલનામાં વધારે થકવી દેનારું નથી. મને મારા મગજને મજબૂત કરવા માટે એક રસ્તો શોધવો હતો, જેથી મારા શરીરને આની ટેવ પડી જાય અને પછી નાનચાકૂ સાથે મેડિશન કરવાનું શરૂ કરી દીધું."

અભિનેત્રીએ એ પણ જણાવ્યું, "આક્રમકતા, લડાઇ ઇને દર્દ એક કળાના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ, 2019 સુધી મારી એડ્રેનલ ગ્લેંડ્ એક્ટિવ થઈ ગઈ, હવે કોઇ સ્ટેરૉઇડ અને ઑટો ઇમ્યૂનની પ્રૉબ્લેમ નથી." ઉલ્લેખનીય છે કે હજી સુષ્મિતા સેન પોતાની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપે છે અને આ વાતની સાબિતી તેમા વીડિયો આપે છે.

bollywood sushmita sen bollywood news bollywood gossips