05 September, 2025 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુસ્મિતા સેને દત્તક લીધેલી મોટી દીકરી રેની
સુસ્મિતા સેને દત્તક લીધેલી મોટી દીકરી રેનીની ગુરુવારે પચીસમી વર્ષગાંઠ હતી. આ દિવસે સુસ્મિતાએ ઇમોશનલ પોસ્ટ શૅર કરીને લખ્યું છે કે રેનીના આવવાથી તેનું જીવન હંમેશાં માટે બદલાઈ ગયું અને તેના જીવનને નવી દિશા મળી છે. સુસ્મિતાએ દીકરી રેનીની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને કૅપ્શનમાં લખ્યું છે કે ‘જન્મદિવસની શુભેચ્છા, મારો પ્રથમ પ્રેમ. તું ભગવાનની સૌથી પ્રિય ભેટ છે જેણે મારું જીવન હંમેશાં માટે બદલી નાખ્યું. તને એ જ પ્રેમ મળે જે તું બધા પર વરસાવે છે. તારાં બધાં સપનાં પૂરાં થાય. આ તારું વર્ષ છે, મારી શોના. મને હંમેશાં તારા પર ગર્વ રહેશે. હંમેશાં જીત મેળવ. આ પાર્ટી ટાઇમ છે. તું મારી સૌથી સારી દીકરી અને અત્યાર સુધીની સૌથી સારી દીદી છે.’