સુશાંતની EX-GF અંકિતા લોખંડેએ કહ્યું, તું જ્યાં પણ હો ત્યાં ખુશ રહે

22 January, 2021 04:22 PM IST  |  Mumbai | Mumbai Correspondent

સુશાંતની EX-GF અંકિતા લોખંડેએ કહ્યું, તું જ્યાં પણ હો ત્યાં ખુશ રહે

સુશાંતની EX-GF અંકિતા લોખંડેએ કહ્યું, તું જ્યાં પણ હો ત્યાં ખુશ રહે

સુશાંતની એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ તેને યાદ કરતાં કામના કરી છે કે તે જ્યાં પણ હોય ત્યાં ખુશ હોય. અંકિતાએ સુશાંતના જૂના વિડિયો શૅર કર્યા છે જેમાં સુશાંત તેના ડૉગી સાથે રમી રહ્યો છે. બન્ને એકબીજાની કંપનીને ખૂબ એન્જૉય કરી રહ્યા છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અંકિતાએ કેપ્શન આપી હતી કે ‘મને ખબર નથી પડતી કે ક્યાંથી શરૂઆત કરું અને આગળ શું કહું. જોકે હા, હું આજે સુશાંતને સેલિબ્રેટ કરવા માટે તેના કેટલાક જૂના વિડિયો શૅર કરું છું. તારી સાથે જોડાયેલી મારી પાસે આ જ યાદો છે. હું તને હંમેશાં એક ખુશમિજાજ, ઇન્ટેલિજન્ટ, રોમૅન્ટિક, પાગલ અને પ્રશંસનીય તરીકે યાદ રાખીશ. સ્કૉચ તને હંમેશાં મિસ કરશે અને હવે એ તને ખૂબ યાદ કરી રહ્યો છે. હું પ્રાર્થના કરું છું અને જાણું છું કે તું જ્યાં પણ હોઈશ ત્યાં તું ખુશ હોઈશ. હૅપી બર્થ ડે ટુ યુ અને તારી હંમેશાં યાદ આવશે.’

bollywood bollywood news bollywood gossips sushant singh rajput ankita lokhande