કૅલિફૉર્નિયાની સ્ટેટ ઍસેમ્બ્લીમાં સુશાંતને આપવામાં આવ્યું ખાસ સન્માન

16 August, 2020 09:37 PM IST  |  Mumbai | Agencies

કૅલિફૉર્નિયાની સ્ટેટ ઍસેમ્બ્લીમાં સુશાંતને આપવામાં આવ્યું ખાસ સન્માન

સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવ્યું ખાસ સન્માન

સુશાંતસિંહ રાજપૂતે સિનેમામાં આપેલા યોગદાન બદલ કૅલિફૉર્નિયાની સ્ટેટ ઍસેમ્બ્લીમાં તેને ખાસ સન્માન આપવામાં આવ્યુ છે. સુશાંતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ આ માહિતી આપી છે. કૅલિફૉર્નિયાની સ્ટેટ ઍસેમ્બ્લીએ એક સર્ટિફિકેટ આપ્યું છે. તેને સમાજસેવા અને ભારતના જાજરમાન વારસાને પ્રમોટ કરવા બદલ પણ આ માન મળ્યું છે. એ સર્ટિફિકેટનો ફોટો ટ્વિટર પર શૅર કરીને શ્વેતાએ ટ્વીટ કર્યું હતું કે ‘ભારતના સ્વતંત્રતા દિન નિમિત્તે કૅલિફૉર્નિયાએ સમાજમાં ભાઈએ આપેલા યોગદાન બદલ તેને સન્માન આપ્યું છે. કૅલિફૉર્નિયા અમારી સાથે છે, શું તમે છો? કૅલિફૉર્નિયા તમારા સપોર્ટ બદલ આભાર.’

bollywood bollywood news bollywood gossips sushant singh rajput