સુશાંત સિંહ રાજપૂતનું શ્રાદ્ધ કર્મ, પરિવારજનોએ કહ્યું, આ શૂન્યથી સ્તબ્ધ

27 June, 2020 01:31 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપૂતનું શ્રાદ્ધ કર્મ, પરિવારજનોએ કહ્યું, આ શૂન્યથી સ્તબ્ધ

ભારતીય ફિલ્મ જગતના જાણીતાં અભિનેતા અને બિહારના પુત્ર સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) મુંબઇના બાન્દ્રામાં આવેલા પોતાના ઘરમાં 14 જૂને ફાંસી લગાડી આપઘાત કરી લીધો. ત્યાર બાદ 15 જૂનના મુંબઇમાં પરિવારના પહોંચ્યા બાદ સુશાંતના પાર્થિવ દેહનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. સુશાંતના શ્રાદ્ધ કર્મની પ્રક્રિયા પટનાના રાજીવનગર સ્થિત તેમના આવાસ પર કરવામાં આવે છે. 26 જૂને તેમનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવ્યું. શનિવારે એટલે કે 27 જૂને બ્રહ્મ ભોજનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દુઃખના સમયે શોક સંતપ્ત પરિવારે એક સંદેશ આપતા સુશાંતને અંતિમ વિદાય આપી છે.

આમાં તેમણે લખ્યું છે તે આ પ્રમાણે છે.

"તમારી માટે સુશાંત સિંહ રાજપૂત અને અમારી માટે એકમાત્ર અને અમારો દુલારો ગુલશન!

મસ્ત મિજાજ, વાતોળિયો, અને મગજનો સતેજ, દરેક વસ્તુને લઈને હંમેશાં જિજ્ઞાસુ, ઉત્સુક અને મોટા સપના જોવા અને તેને હકીકતમાં બદલવાનો શોખ હતો. હસે ત્યારે બધું જ જાણે ખિલી ઉઠતું. પરિવારના વયસ્કો માટે ગર્વ અને બાળકો માટે પ્રેરણા સ્ત્રોત હતો. એક દૂરબીન હંમેશાં સાથે રાખતો. શનિગ્રહને નિહાળવાનો શોખ હતો. અમને એ વિશ્વાસ કરવામાં વર્ષો લાગી જશે કે તેને સહજ સ્માઇલ, તનું હસવું હવે અમારા કાનમાં નહીં ગુંજે. વિજ્ઞાનની વાતો અમને સમજાવનાર હવે અમને ક્યારેય નહીં જોવા મળે. તે પરિવારમાં ક્યારેય ન ભરી શકાય તેવી ખોટ અમારી માટે મૂકીને ગયો છે. આ શૂન્ય થકી અમે સ્તબ્ધ છીએ.

તે પોતાના ચાહકોને ખૂબ જ પ્રેમ કરતો હતો. તમે બધાંએ અમારા ગુલશન પર જે અસીમ પ્રેમ વરસાવ્યો છે તેની માટે અમે હ્રદયથી તમારા કૃતજ્ઞ છીએ. હવે જ્યારે તે અમારી સાથે નથી ત્યારે તેની સમૃતિઓ જાળવી રાખવા અને એકત્રિત કરવા અમે સુશાંત સિંહ રાજપૂત ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. ઉદ્દેશ્ય સુશાંતના ગમતા ક્ષેત્ર જેમ કે સિનેમા વિજ્ઞાન અને રમતમાં નવી પ્રતિભાઓને સમર્થન આપવાનો છે. સમર્થન તેમ જ પ્રોત્સાહન આપવાનો છે.

તેનું બાળપણ પટનાના રાજીવ નગરમાં વીત્યું હતું. તેના આવાસને અમે તેનું સ્મારક બનાવવાના છીએ. તેના હજારો પુસ્તકો, દૂરબીન, ફ્લાઇટ સિમ્યુલેટર, ગિટાર, ફર્નિચર તેમજ અન્ય વસ્તુઓને પ્રદર્શિત કરવાનો વિચાર છે. અમારી હાર્દિક ઇચ્છા છે કે તેના પ્રશંસકો તેની સાથે જોડાયેલા રહે. સુશાંતના ઇન્સ્ટાગ્રામ પેજને કરોડો પ્રશંસકો ફૉલો કરે છે. અમે આ 'લિગેસી અકાઉન્ટ'ની જેમ ચાલું રાખવા માગીએ છીએ, જેથી સુશાંતના મનના સંબંધો તેના ચાહકો સાથે જોડાયેલા રહે. શોકગ્રસ્ત પરિવાર!"

14 જૂનના સુશાંતનું મોત મુમ્બઇમાં થયું હતું અને મુખાગ્નિ તેમના પિતાએ આપી હતી. સુશાંત સિંહ રાજપૂતના નિધનને કારણે તેમનું પરિવાર ઘેરા આઘાતમાં છે. કહેવામાં આવે છે કે તે ડિપ્રેશનમાં હતા. સુશાંત સિંહ રાજપૂત પોતાની પ્રૉફેશનલ લાઇફની સાથે સાથે પોતાની પર્સનલ લાઇફને લઈને પણ ખૂબ જ ચર્ચામાં હતા.

સુશાંત પોતાના બધાં ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. તેમના એક જીજાજી આઇપીએસ ઑફિસર છે જે હરિયાણા કેડરમાં એડીજી છે. તેનો કાકાનો છોકરો બિહારમાં બીજેપીનો વિધેયક છે અને ભાભી વિધાન પરિષદની સભ્યા છે. નોંધનીય છે કે સુશાંતે આત્મહત્યા કેમ કરી, આનું કારણ હજી ખબર પડી શક્યું નથી. સુશાંતના મૃત્યુનો કોયડો ઉકેલવામાં પોલીસ હજી પણ વ્યસ્ત છે.

sushant singh rajput bollywood bollywood news bollywood gossips