સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા તમામ દર્શકો માટે ફ્રી

26 June, 2020 02:42 PM IST  |  Mumbai Desk | Agencies

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા તમામ દર્શકો માટે ફ્રી

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ બધા દર્શકો માટે ફ્રી

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ને ૨૪ જુલાઈએ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ ૨૦૧૪માં આવેલી હૉલીવુડની ‘ધ ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સ’ની હિન્દી રીમેક છે. ‘દિલ બેચારા’માં સુશાંત સાથે સંજના સાંઘી પણ લીડ રોલમાં છે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ આ ફિલ્મ દ્વારા ડિરેક્શનમાં હાથ અજમાવ્યો છે. સુશાંત અને મુકેશ ખાસ ફ્રેન્ડ્સ પણ હતા. સુશાંત વિશે મુકેશ છાબરાએ કહ્યું હતું કે ‘ડિરેક્ટર તરીકેની મારી પહેલી ફિલ્મનો સુશાંત ન માત્ર હીરો હતો, પરંતુ તે મારો ખાસ ફ્રેન્ડ પણ હતો. તે હંમેશાં મારા સારા-નરસા સમયમાં સાથે ઊભો રહ્યો છે. અમે ‘કાઇપો છે’થી માંડીને ‘દિલ બેચારા’ સુધી એકબીજાની ખૂબ નજીક હતા. સુશાંતે મને પ્રૉમિસ કર્યું હતું કે તે મારી પહેલી ફિલ્મમાં હશે. અમે સાથે મળીને ઘણાબધા પ્લાન્સ બનાવ્યા હતા. અનેક સપનાઓ સાથે જોયાં હતાં. જોકે મને કદી પણ એ વિચાર નહોતો આવ્યો કે મારે એકલાએ જ આ ફિલ્મ રિલીઝ કરવી પડશે. ફિલ્મ બનાવતી વખતે તે હંમેશાં મારા પર ખૂબ પ્રેમ વરસાવતો હતો. તેનો પ્રેમ જ છે જે અમને ફિલ્મને રિલીઝ કરવા માટે માર્ગદર્શન આપશે.’

bollywood bollywood news bollywood gossips sushant singh rajput