સુશાંતને ન્યાય અપાવવા માટે ભૂખ હડતાલ

28 September, 2020 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંતને ન્યાય અપાવવા માટે ભૂખ હડતાલ

ફાઈલ તસવીર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતને સાડા ત્રણ મહિના થયા તેમ છતાં મોતનું કારણ હજી પકડાયું નથી. 

આ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સુશાંતના મિત્ર અને કોરિયોગ્રાફર ગણેશ હિવાકર અને સુશાંતના અંગત મદદનીશ અંકિત આચાર્યએ ગાંધી જયંતિના દિવસે (2 ઑક્ટોબર) ન્યાય માટે નવું અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું છે.  

હિવાકરે કહ્યું છે કે 2 ઓક્ટોબરે સુશાંતને ન્યાય અપાવવા માટે તે પ્રતીકાત્મક ભૂખ હડતાલ કરશે. ગાંધી જયંતી પર સુશાંતના આ બંને નજીકના સહયોગીઓ રાજઘાટ પર ભૂખ હડતાલ પર બેસવાનો ઇરાદો ધરાવે છે.  તેમણે કહ્યું કે જો દિલ્હી પોલીસ મંજૂરી આપશે તો ત્રણ દિવસ સુધી રાજઘાટ સામે ભૂખ હડતાલ કરવામાં આવશે. આવી સ્થિતિમાં બંને આને લગતી પરવાનગીની રાહ જોઈ રહ્યા છે. જો મંજૂરી નહીં મળે તો મારા ઘરે જ હડતાલ કરીશું. મુંબઈમાં પણ ભૂખ હડતાલ કરી શકીએ છીએ.

હિવાકરે ઉમેર્યું કે, NCB શ્રેષ્ઠ કામ કરી રહી છે પરંતુ સુશાંતના મોત કેસ સંબંધિત CBI પાસેથી છેલ્લા ઘણા દિવસોથી કોઈ અપડેટ નથી.

નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો અત્યારે બૉલીવુડ સાથે સંકળાયેલી એવી સેલિબ્રિટીની યાદી તૈયાર કરી રહ્યો છે જેની વિરુદ્ધ ડ્રગ્સ-સેવનના પુરાવા સજ્જડ રીતે મળ્યા હોય. આ યાદીમાં અત્યાર સુધીમાં પ૬ લોકોનાં નામ આવ્યાં છે. યાદીની શરૂઆતમાં રિયા ચક્રવર્તી અને અન્ય પેડલર્સ પાસેથી પાસેથી મળેલા લિસ્ટ મુજબ ૩૦ નામ હતાં, પણ આ ઇન્ક્વાયરી આગળ વધતાં અન્ય નામો પણ મળ્યાં અને એ નામોને ક્રૉસ-ચેક કરીને પ૬ સેલિબ્રિટીની યાદી તૈયાર થઈ છે.

sushant singh rajput bollywood news