સેટ્સ પર વીડ અને બૉલીવુડ પાર્ટીમાં કોકેન કોમનઃ સુશાંતનો ફ્રેન્ડ

15 September, 2020 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેટ્સ પર વીડ અને બૉલીવુડ પાર્ટીમાં કોકેન કોમનઃ સુશાંતનો ફ્રેન્ડ

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

સુશાંત સિંહ રાજપૂતનો ક્લોઝ ફ્રેન્ડ એક્ટર-પ્રોડ્યુસર યુવરાજ એસ.સિંહનું કહેવું છે કે મોટા ભાગના એ-લીસ્ટ એક્ટર્સ કોકેન લેતા હોય છે.

યુવરાજે કહ્યું કે, વર્ષ 1970થી બૉલીવુડમાં ઘણા સેલેબ્ઝને ડ્રગ્સનું વ્યસન હતું. પરંતુ તે સમય જુદો હતો. તે વખતે બહુ એક્સપોઝર કે સોશ્યલ મીડિયા નહોતું. હવે બધુ એક્સપોઝ થઈ રહ્યું છે. આજની તારીખમાં ઘણા લોકો કોકેન લેતા હોય છે. ઘણા એક્ટર્સ અને ફિલ્મનિર્માતાઓ છે જે ડ્રગ્સ લેતા હોય છે.

તેણે ઉમેર્યું કે, વીડ એક સિગરેટ જેવી છે. સેટમાં કેમેરામેનથી લઈને ટેક્નિશિયન્સ લગભગ બધા કોકેન લે છે. કોકેન બૉલીવુડનું મુખ્ય ડ્રગ છે. તે પછી MDMAનો નંબર આવે છે. તે પછી એલએસડી અને કેટામાઈન પણ લોકો લેતા હોય છે. ઈન્ડસ્ટ્રીઝમાં પાંચથી આઠ એવા એક્ટર્સ છે જેમને કોકેન નહીં મળે તો મરી જશે.

મને પણ ઘણી વખત ડ્રગ્સની ઓફર કરવામાં આવી હતી. આ નોર્મલ છે. ઘણા લોકો ડ્રગ્સ લઈને પાર્ટીઓમાં વેચે છે. આ બધુ આમ જ ચાલે છે. વર્ષોથી હું ઘણા સેલેબ્ઝને ડ્રગ્સ લેતા જોઉ છું. એક ડ્રગ પાર્ટીનો વીડિયો પણ વાયરલ થયો છે. ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ કલ્ચર છે. એમ કહી શકાય કે ઈન્ડસ્ટ્રીના ટોચના 10થી 15 વ્યક્તિ કોકોનનું વ્યસન ધરાવે છે. મને ખબર છે કે આ લોકો ડ્રગ્સ લે છે પરંતુ મારી પાસે પુરાવા કે ફોટો નથી. આ બધામાં મારે પડવુ નથી. હું આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરું છુ, મને ખબર છે કે અમૂક લોકોએ મારા ડિસ્ટ્રીબ્યુટર્સને કહ્યું હતું કે તેઓ મારી ફિલ્મ રિલીઝ ન કરે. અક્ષય કુમારને બાદ કરતા ટોચના 10થી 15 એક્ટર્સ ડ્રગ્સનું વ્યસન ધરાવે છે. અક્ષય કુમાર તેના કામ પ્રત્યે ઈમાનદાર છે. આ એ-લીસ્ટ ગૅન્ગે લોબી બનાવી છે. તમારે આ લોબી સાથે જ કામ કરવુ પડે.

યુવરાજે કહ્યું કે, મારો ક્લોઝ ફ્રેન્ડ શકુન બત્રાએ ‘કપૂર એન્ડ સન્સ’ ડાયરેક્ટ કરી હતી. તેણે મને કહ્યું કે આ લોકોએ એવા વાઈબ ઉભા કર્યા કે તેમના સ્ટાર અને લોકોને જ સપોર્ટ કરવામાં આવે.

sushant singh rajput bollywood news