રિયા ચક્રવર્તીના ક્રેડિટ કાર્ડથી ડ્રગ્સની ખરીદી થતી હતી?

06 September, 2020 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિયા ચક્રવર્તીના ક્રેડિટ કાર્ડથી ડ્રગ્સની ખરીદી થતી હતી?

રિયા ચક્રવર્તી

સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ડ્રગ-ઍન્ગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના સાઉથ-વેસ્ટ ઝોનના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ મુથા અશોક જૈને કહ્યું છે કે આ કેસને કારણે બોલીવુડમાં ડ્રગ-નેટવર્કની લિન્ક મળી છે અને એ કેટલે ઊંડે સુધી ફેલાયેલું છે એની અમને જાણ થઈ છે.

સીબીઆઈ, એનસીબી અને ઈડી ત્રણેય તપાસ એજન્સીઓએ રિયા ચક્રવર્તીને આ કેસમાં મુખ્ય આરોપી ગણી છે. આ કેસમાં અત્યાર સુધી પાંચ જણની ધરપકડ થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર શૌવિક અને મિરાંડા બંનેએ માન્યું કે રિયા ચક્રવર્તીને કહેવા ઉપર જ તેઓ ડ્રગ્સની ખરીદી કરતા હતા. આ માટે તેઓ રિયા ચક્રવર્તીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હતા. આ મામલે સૈમુઅલ મિરાંડા સહિત ઘણા લોકોનો સમાવેશ છે.

નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)એ શનિવારે સુશાંત સિંહ રાજપૂતના રસોઈયા દીપેશ સાવંતની ધરપકડ કરી હતી. એનસીબીએ તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો ત્યાર બાદ કલાકો સુધી તેની પૂછપરછ કરાઈ હતી અને આખરે કેસમાં ઇન્વોલ્વમેન્ટ જણાતા રાતે ૮ વાગ્યે તેની ધરપકડ કરાઈ હતી. સવારે ૧૧ વાગ્યે તેને એસ્પ્લેનેડ કોર્ટ(કિલ્લા કોર્ટ)માં હાજર કરાશે. એનસીબીએ એનડીપીએસ અૅક્ટ હેઠળ તેનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. એની સામે પૂરતા પુરાવા મળ્યા બાદ તેની ધરપકડ કરાઈ હતી.

sushant singh rajput rhea chakraborty