સુશાંતનો થ્રોબૅક વીડિયો થયો વાયરલ, રોમાન્ટિક ડાન્સ કરતો દેખાયો અભિનેતા

13 July, 2020 07:44 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

સુશાંતનો થ્રોબૅક વીડિયો થયો વાયરલ, રોમાન્ટિક ડાન્સ કરતો દેખાયો અભિનેતા

સુશાંત સિંહ રાજપૂત

બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેના વીડિયોને શૅર કરીને તેને યાદ કરી રહ્યા છે. દરમિયાન જ સુશાંત સિંહ રાજપૂતનો આ વીડિયો ખૂબ જ આકર્ષક રહ્યો છે. આ વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત અભિનેત્રી સ્વાસ્તિકા મુખર્જી સાથે રોમાન્ટિક ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયો સ્વાસ્તિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં સુશાંતને યાદ કર્યો છે. સ્વાસ્તિકા અને સુશાંતનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને સ્વાસ્તિકા આ વીડિયોમાં ખૂબ જ મસ્તીમાં ડાન્સ કરતાં જોવા મળે છે. વીડિયો શૅર કરતાં સ્વાસ્તિકાએ કૅપ્શનમાં લખ્યું, "તે મારી સાથે ડાન્સ કરતા હતા અને ફરી તે મારી સાથે ડાન્સ કરતા હતા. હું સુશાંતને આ માટે હંમેશાં યાદ રાખીશ. સિમ્પલ, મસ્તી કરતો અને ખુશીથી ભરપૂર, સિતારાઓ સાથે ડાન્સ કરતો રહે. આભાર મુકેશ આ ક્ષણ કેદ કરવા માટે." સ્વાસ્તિકાના આ વીડિયો પર ચાહકોએ ઘણી કોમેન્ટ્સ કરી છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જણાવીએ કે દિલ્હી પ્રૌદ્યોગિક વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી રહી ચૂકેલા સુશાંત સિંહ રાજપૂતે 2002માં કૉલેજ છોડી દીધી અને મનોરંન જગતમાં કામ કરવા માટે પહોંચ્યા. શરૂઆતમાં બૅકગ્રાઉન્ડ ડાન્સર રહેલા સુશાંતને 2009માં ટેલીવિઝન ધારાવાહિક 'પવિત્ર રિશ્તા' દ્વારા લોકપ્રિયતા મળી. આ ધારાવાહિક 'પવિત્ર રિશ્તા'માં ભજવેલા પાત્રથી જાણીતા થયેલા અભિનેતાએ 2013માં 'કાય પો છે!' દ્વારા ફિલ્મી કરિઅરની શરૂઆત કરી હતી. તેમણે 'શુદ્ધ દેસી રોમાન્સ', 'એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી', 'રાબતા', 'કેદારનાથ' અને 'સોનચિડિયા' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. તેની છેલ્લી ફિલ્મ ડ્રાઇવ હતી જે સીધી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.

sushant singh rajput bollywood bollywood news bollywood gossips swastika mukherjee