ડ્રગ મામલે સતત નિવેદન આપતી કંગના રણોતને બોલાવશે NCB?

05 September, 2020 08:47 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ડ્રગ મામલે સતત નિવેદન આપતી કંગના રણોતને બોલાવશે NCB?

કંગના રણોત (ફાઇલ ફોટો)

સુશાંત સિંહ (Sushant Singh rajput Case) રાજપૂત મામલે શનિવાર (Saturday)નો દિવસ ઘણો મહત્વનો રહ્યો. રિયા (Rhea Chakraborty)ના ભાઈ શોવિક (Shauvik) અને સેમ્યુઅલ (Semual Miranda) મિરાંડાને એનસીબી (NCB)ની રિમાન્ડમાં મોકલવામાં આવ્યા છે. કિલા કૉર્ટના નિર્ણય પછી શોવિકને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે એનસીબીની માગ માનતા શોવિક અને મિરાંડાને 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડમાં મોકલી દીધા છે. એવામાં એનસીબીના અધિકારી પણ આને મોટું ડેવલપમેન્ટ માને છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે એનસીબી પોતાની તપાસનું ક્ષેત્ર વિસ્તારે છે.

શું કંગના રણોત કરશે NCBનો સહયોગ
પ્રશ્ન એ છે કે શું કંગનાને પણ આ તપાસમાં સામેલ કરવામાં આવશે? કંગના રણોતે બોલીવુડમાં થતી ડ્રગ પાર્ટીને લઈને ઘણાં ખુલાસા કર્યા છે. તેણે તો ગાઇ-વગાડીને કહ્યું છે કે ઘણાં બોલીવુડ સેલેબ્સ ડ્રગ લે છે. તેણે એ પણ કહ્યું કે તપાસ એજન્સીઓને દરેક પ્રકારનો સહયોગ કરવા તૈયાર છે. જો કે હવે લાગે છે કે કંગના મદદ કરવા તૈયાર છે પણ એનસીબીએ આની માટે તત્પર નથી.

કંગના વિશે એનસીબીનું નિવેદન
એનસીબી તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ કેસ સાથે કંગનાને કોઇ સંબંધ નથી. તે કોઇપણ રીતે આ કેસ સાથે જોડાયેલી નથી. આ સિલસિલે મુતા અશોક જૈન કહે છે કે કોને પૂછપરછ માટે બોલાવવામાં આવશે તેના કયાસ ન લગાડવા. એક્ટ્રેસ કંગના રણોતનું આ કેસ સાથે કોઇ કનેક્શન નથી. જો તે કોઇ માહિતી આપે છે તો એનસીબી તેની તપાસ કરશે. આ ડ્રગ કેસ સાથે જોડાયેલા જેટલા પણ લોકો છે એનસીબી તેમને બધાંને સમન મોકલશે અને તપાસમાં જોડાવા માટે બોલાવશે.

એવામાં એનસીબી તો કંગનાને નહીં બોલાવે પણ કંગના પોતાના તરફથી માહિતી આપી શકે છે. હવે જોવાનું એ છે કે જે કંગના સોશિયલ મીડિયા પર સતત મોટા ખુલાસાના દાવા કરે છે, તે શું એનસીબીને યોગ્ય પુરાવા આપવામાં કામ કરશે કે નહીં?

bollywood bollywood news bollywood gossips sushant singh rajput kangana ranaut