હરિહરન, કપિલ શર્મા, સંજીવ કપૂર સહિતનાં સેલેબ્ઝેનું સહિયારું લૉકડાઉન ગીત

27 May, 2020 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હરિહરન, કપિલ શર્મા, સંજીવ કપૂર સહિતનાં સેલેબ્ઝેનું સહિયારું લૉકડાઉન ગીત

'ફિર તેરા ટાઈમ આયેગા' વિડિયોમાં ભાગ લેનારા કલાકારો

મહામારી કોરોના વાયરસ (COVID-19)ના મુશ્કેલ સમયમાં લોકોનો ઉત્સાહ વધારવા માટે વરીષ્ઠ ગાયક હરિહરને અન્ય સેલેબ્ઝ સાથે મળીને લૉકડાઉન એન્થમ 'ફિર તેરા ટાઈમ આયેગા' બનાવ્યું છે. આ મ્યુઝિક વીડિયોને રણજીવ કપૂર, કરણ હરિહરન અને વિનોદ જી નાયરે ડાયરેક્ટ કર્યો છે.

'ફિર તેરા ટાઈમ આયેગા' મ્યુઝિક વીડિયોને 'The SurViralists' બેન્ડે બનાવ્યું છે. ગીતના બોલ વિનોદ નાયરે લખ્યા છે અને કમ્પોઝ હરિહરન તથા તેમના દીકરા અક્ષય હરિહરન તેમજ ઈમાન્યુએલ બર્લિને કર્યું છે. આ મ્યુઝિક વીડિયોમાં અનેક સેલેબ્ઝે સાથ આપ્યો છે. પદ્મશ્રી શેફ સંજીવ કપૂર, પાર્શ્વગાયક રૂપકુમાર રાઠોડ અને સોનાલી રાઠોડ, મિકા સિંગ, નિતિ મોહન, માસ્ટર શેફ રણવીર બ્રાર, કોમેડી કિંગ કપિલ શર્મા, અભિનેતા સિધ્ધાર્થ શુક્લા, કરણ હરિહરન અને અક્ષય હરિહરન, રીવા રાઠોડ, માર્કેટિંગ ગુરૂ વિનોદ જી નાયર, ડાયમન્ડ મર્ચન્ટ પુનિત ગુપ્તા, આઈટી એડ્વોકેટ નદીમ લસાની, ક્રિપ્ટોકરન્સિના નિષ્ણાત રાકેશ શ્રીકુમાર અને મ્યુઝિક કમ્પોઝર ઈમાન્યુએલ બર્લિન છે.

હરિહરને આ ગીત વિશે કહ્યું હતું કે, મને એક એવું ગીત બનાવવાની ઈચ્છા હતી જે લોકોને ઉત્સાહ વધારે અને આનંદથી તેમને નાચવાની ઈચ્છા થાય. 'ફિર તેરા ટાઈમ આયેગા' ગીત દરેક ભારતીય માટે છે. આ ગીત લોકોને પ્રોત્સાહિત કરવા માટે છે. ફીર તેરા ટાઈમ આયેગા દ્વારા કહેવા માંગુ છું કે આપણો ટાઈમ ફરી આવશે, આ મુશ્કેલીમાંથી આપણે બહાર આવીને ફરીથી શાંતિથી જીવ શકીશું. ફરીથી ઉત્સાહથી જીવી શકીશું.

લૉકડાઉન એ ફક્ત મુશ્કેલી નથી. આ સમય પોતાની અંદર છુપાયેલી કુશળતાઓ શોધવાનો છે. જીવને આપણને શું આપ્યું છે તેની પ્રશંસા કરવાની આ ઉત્તમ તક છે. ભારતના યુવાનો જે ભાષા સમજે એ ભાષા દ્વારા અમે તેમના સુધી પહોચવા માંગીએ છીએ. એટલે અમે આ ગીત બનાવ્યું છે, તેમ રૂપકુમાર રાઠોડે કહ્યું હતું.

આ વિડિયોમાં ભાગ લેનાર કપિલ શર્માએ જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય ગીત નથી પણ લોકોનું ગીત છે. અમે ઈચ્છીએ છીએ એ કે લોકો આ મુશ્કેલ સમયમાં પણ હસતા રહે.મંગળવારે આ ગીત બધા જ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર રિલિઝ કરવામાં આવ્યું છે અને લોકો તેના બહુ વખાણ પણ કરી રહ્યાં છે.

lockdown entertainment news bollywood indian music mika singh kapil sharma sanjeev kapoor siddharth shukla