વિક્રમ ભટ્ટ અને તેની પત્ની શ્વેતાંબરી ભટ્ટને વચગાળાના જામીન

14 February, 2026 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મેકર વિક્રમ ભટ્ટ અને તેની પત્ની શ્વેતાંબરી ભટ્ટ છેલ્લા કેટલાક દિવસોથી ૩૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસને લઈને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં રાજસ્થાન પોલીસે બન્નેની ૩૦ કરોડની ઠગાઈના મામલે ધરપકડ કરી હતી.

વિક્રમ ભટ્ટ અને તેની પત્ની શ્વેતાંબરી ભટ્ટને વચગાળાના જામીન

ફિલ્મેકર વિક્રમ ભટ્ટ અને તેની પત્ની શ્વેતાંબરી ભટ્ટ છેલ્લા કેટલાક દિવસોથી ૩૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસને લઈને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં રાજસ્થાન પોલીસે બન્નેની ૩૦ કરોડની ઠગાઈના મામલે ધરપકડ કરી હતી. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે બન્નેના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમ્યાન નોંધ્યું હતું કે ફોજદારી કેસનો ઉપયોગ પૈસાની વસૂલી માટે કરી શકાતો નથી. આ ટિપ્પણી સાથે જ અદાલતે ૩૦ કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે જોડાયેલા કેસમાં ધરપકડ કરાયેલા વિક્રમ ભટ્ટ અને તેની પત્નીને જામીન બૉન્ડ ભરવાની શરતે તાત્કાલિક વચગાળાના જામીન આપવાનો આદેશ કર્યો છે જે હાલમાં તેમને માટે મોટી રાહત માનવામાં આવી રહી છે.
ફરિયાદ મુજબ વિક્રમ ભટ્ટ અને શ્વેતાંબરી ભટ્ટ વિરુદ્ધ છેતરપિંડી અને ક્રિમિનલ બ્રીચ ઑફ ટ્રસ્ટનો કેસ નોંધાયો હતો. આરોપ છે કે ફિલ્મ પ્રોજેક્ટના નામે લેવામાં આવેલા ૩૦ કરોડ રૂપિયાના ફન્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અલગ-અલગ નામે નકલી બિલ બનાવીને પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.

vikram bhatt bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news