રજનીકાન્તે આત્મકથા લખવાનું શરૂ કર્યું

26 July, 2025 06:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં લોકેશ કનગરાજે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘રજનીકાન્ત હાલમાં પોતાની આત્મકથા લખી રહ્યા છે

સુપરસ્ટાર રજનીકાન્ત

સુપરસ્ટાર રજનીકાન્ત હાલમાં ડિરેક્ટર લોકેશ કનગરાજની આગામી ફિલ્મ ‘કૂલી’માં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. હાલમાં લોકેશ કનગરાજે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘રજનીકાન્ત હાલમાં પોતાની આત્મકથા લખી રહ્યા છે અને તેઓ ‘કૂલી’ના છેલ્લાં બે શૂટિંગ-શેડ્યુલ દરમ્યાન દરરોજ લખતા હતા. છેલ્લાં બે શેડ્યુલમાં સર તેમની આત્મકથા લખવામાં વ્યસ્ત હતા. હું દરરોજ તેમને પૂછતો, કયા તબક્કામાં છો? અને તેઓ મને વિગતવાર માહિતી આપતા હતા. રજનીકાન્તે મારી સાથે એવી વિગતો શૅર કરી છે જે તેમણે બીજા કોઈ સાથે શૅર નહોતી કરી. આ અનુભવ મારા માટે ખૂબ ખાસ હતો. આ અનુભવ મારા હૃદયની ખૂબ નજીક છે.’

rajinikanth bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news