''સાહો'' સાથે બોલીવૂડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર સુપરસ્ટાર પ્રભાસ

27 December, 2018 04:05 PM IST  | 

''સાહો'' સાથે બોલીવૂડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર સુપરસ્ટાર પ્રભાસ

'સાહો' સાથે બોલીવૂડમાં ડેબ્યૂ કરશે પ્રભાસ

પ્રભાસની આગામી મોટી ફિલ્મ 'સાહો' એક ત્રિભાષી ફિલ્મ છે, જેમાં પ્રભાસ દમદાર એક્શનમાં નજરમાં આવશે. ફિલ્મ 'બાહુબલી' સાથે પ્રભાસ લોકપ્રિય થયા છે અને હવે પ્રભાસ 'સાહો' સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. બાહુબલીથી એકદમ જુદી ફિલ્મ 'સાહો'ને ત્રણ અલગ અલગ ભાષાઓમાં શૂટ કરવામાં આવી છે. સામાન્ય રીતે ફિલ્મો શૂટ થયા બાદ ડબ થતી હોય છે, પરંતુ 'સાહો'ને ત્રણ ભાષામાં શૂટ કરાઈ છે. આ પ્રભાસની પહેલી બોલીવૂડ ફિલ્મ હશે અને દર્શકોમાં આ ફિલ્મ માટે ભારે ઉત્સાહમાં જોવા જ મળી રહ્યો છે.

ભારતમાં સૌથી વધુ ચર્ચિત પુરૂષોમાંના એક એવા પ્રભાસના પ્રશંસકો દુનિયાભરમાં છે. બાહુબલી સ્ટારની ફિલ્મ 'બાહુબલી: ધ બિગિનિંગ'ની રિલીઝ સાથે દેશભરના દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે. આ ફિલ્મ માટે પ્રભાસે આકરી મહેનત કરી હતી. આ ફિલ્મની સિક્વલમાં પ્રભાસે એક્ટિંગની સાથે સાથે એક્શન સિકવન્સમાં પણ દમદાર પર્ફોમન્સ કર્યું હતું. બાહુબલી સિરીઝની ફિલ્મો બાદ જ તે આટલો પોપ્યુલર બન્યો છે.

પોતાના જન્મદિવસે આ સુપરસ્ટારે ફેસબુક પર એક વિશેષ વીડિયો જાહેર કર્યો હતો, જેમાં 'સાહો'માં તેના લૂક દર્શાવવામાં આવ્યો હતો. વીડિયો રિલીઝ થતાની સાથે જ દેશભરના જ નહીં, તેના વિદેશી ફેન્સમાં પણ ફિલ્મને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ ફિલ્મને દેશ અને વિદેશમાં ખૂબસૂરત જગ્યાઓ પર શૂટ કરવામાં આવી છે.