સની લીઓને જિસ્મ ૨ના હીરો સાથે હૉટ સીન પહેલાં માગ્યાં હતાં મેડિકલ સર્ટિફિકેટ

30 July, 2012 06:20 AM IST  | 

સની લીઓને જિસ્મ ૨ના હીરો સાથે હૉટ સીન પહેલાં માગ્યાં હતાં મેડિકલ સર્ટિફિકેટ

કૅનેડિયન પૉર્નસ્ટાર સની લીઓનને જ્યારથી ડિરેક્ટર પૂજા ભટ્ટની ‘જિસ્મ ૨’માં રણદીપ હૂડા અને અરુણોદય સિંહની હિરોઇન તરીકે સાઇન કરવામાં આવી છે ત્યારથી તે સતત ચર્ચામાં રહે છે. હવે ખબર પડી છે કે સનીએ આ ફિલ્મ સાઇન કરી એ પછી શૂટિંગ-શેડ્યુલ શરૂ થયું એ પહેલાં ડિરેક્ટર પૂજા ભટ્ટ સામે શરત મૂકીને ફિલ્મના બન્ને હીરોનાં મેડિકલ સર્ટિફિકેટ માગ્યાં હતાં. જોકે પછી પૂજાએ ‘જિસ્મ ૨’માં તે જે પ્રકારની ઍડલ્ટ ફિલ્મોમાં કામ કરે છે એવા કોઈ જ બોલ્ડ શૉટ ન હોવાને કારણે મેડિકલ સર્ટિફિકેટની ફૉર્માલિટીની જરૂર ન હોવાનું કહીને સમજાવી લીધી હતી.

આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘સનીએ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું એ પહેલાં પૂજાને ઈ-મેઇલ કરીને ફિલ્મના હીરો રણદીપ અને અરુણોદયને તેને નુકસાન પહોંચાડી શકે એવી એઇડ્સ જેવી કોઈ જીવલેણ બીમારી તો નથીને એ જાણવા માટે તેમનાં મેડિકલ સર્ટિફિકેટ માગ્યાં હતાં. આ ડિમાન્ડની સાથે તેણે પોતાનાં મેડિકલ સર્ટિફિકેટ પણ મોકલ્યાં હતાં. જોકે પૂજાએ તેને સમજાવ્યું હતું કે આ રીતે મેડિકલ સર્ટિફિકેટ જોઈને કામ કરવાનું ઍડલ્ટ ફિલ્મોમાં સ્વાભાવિક હશે, બૉલીવુડમાં નથી. ત્યાર બાદ પૂજાએ તેને સમજાવ્યું હતું કે તે ઍડલ્ટ ફિલ્મોમાં જે રીતના શૉટ આપે છે એ હદના બોલ્ડ શૉટ તેણે ‘જિસ્મ ૨’માં નથી આપવાના અને પછી યેનકેન પ્રકારે તેને મેડિકલ સર્ટિફિકેટ વગર જ શૂટિંગ કરવા માટે મનાવી લીધી હતી.’

સની લીઓનની આ પ્રકારની ડિમાન્ડ સાંભળીને રણદીપ અને અરુણોદય પણ ભારે સરપ્રાઇઝ થયા હતા. આ વિશે વાત કરવા માટે પૂજા ભટ્ટનો સંપર્ક કરવામાં આવતાં તેણે આ મુદ્દે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી.