ફરીથી જોવા મળશે સની લીઓનીનો બોલ્ડ અંદાજ

05 November, 2012 06:16 AM IST  | 

ફરીથી જોવા મળશે સની લીઓનીનો બોલ્ડ અંદાજ

‘જિસ્મ ૨’થી બૉલીવુડમાં પગપેસારો કરનારી પૉર્ન-ઍક્ટ્રેસ સની લીઓનીએ હવે ટેલિવિઝનના નાના સ્ક્રીનને પણ બોલ્ડ અંદાજનો પરચો આપી દીધો છે. અત્યારે કૉન્ડોમની ઍડમાં દેખાતી સનીએ હવે બેડરૂમમાં પુરુષોના પર્ફોર્મન્સને સુધારવાનો દાવો કરતા એક સ્પ્રેની જાહેરાતનું શૂટિંગ આટોપી લીધું છે. સનીએ આ આખી ઍડ અત્યંત શૉર્ટ બિકિનીમાં એક બાથટબમાં શૂટ કરી છે.