સનીની OTTની દુનિયામાં એન્ટ્રી

17 May, 2025 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સની દેઓલની છેલ્લી ફિલ્મ ‘જાટ’માં તેનો ઍક્શન-અવતાર લોકોને બહુ ગમ્યો છે. હવે સની OTTની દુનિયામાં ધૂમ મચાવવા તૈયાર છે. એક રિપોર્ટ પ્રમાણે સની દેઓલ નેટફ્લિક્સ ઇન્ડિયા સાથે એક હાઈ-બજેટ ઍક્શન થ્રિલરમાં કામ કરવાનો છે.

સની દેઓલ

સની દેઓલની છેલ્લી ફિલ્મ ‘જાટ’માં તેનો ઍક્શન-અવતાર લોકોને બહુ ગમ્યો છે. હવે સની OTTની દુનિયામાં ધૂમ મચાવવા તૈયાર છે. એક રિપોર્ટ પ્રમાણે સની દેઓલ નેટફ્લિક્સ ઇન્ડિયા સાથે એક હાઈ-બજેટ ઍક્શન થ્રિલરમાં કામ કરવાનો છે. આ ફિલ્મનું નિર્માણ ‘ધ ફૅમિલી મૅન સીઝન 2’ અને ‘રાણા નાયડુ’ જેવી સિરીઝ બનાવી ચૂકેલા સુપર્ણ વર્મા કરી રહ્યા છે. સની દેઓલની આ ફિલ્મ માટે હજી સુધી કોઈ ડિરેક્ટરને ફાઇનલ નથી કરવામાં આવ્યો.

sunny deol upcoming movie bollywood buzz bollywood gossips bollywood events netflix bollywood entertainment news