સની દેઓલ ચમકશે ફરહાન અખ્તરની નવી ઍક્શન ફિલ્મમાં

31 July, 2025 07:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ગદર 2’ અને ‘જાટ’ની સફળતા પછી બૉલીવુડમાં સની દેઓલની સ્થિતિ મજબૂત બની ગઈ છે.

સની દેઓલ

‘ગદર 2’ અને ‘જાટ’ની સફળતા પછી બૉલીવુડમાં સની દેઓલની સ્થિતિ મજબૂત બની ગઈ છે. આ ફિલ્મોની સફળતા પછી તે હવે નવી ફિલ્મો સાઇન કરી રહ્યો છે. હાલમાં સની પાસે  ‘લાહોર 1947’, ‘રામાયણ : પાર્ટ વન’ અને ‘બૉર્ડર 2’ જેવી મોટી ફિલ્મો છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે સની હવે ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઇનમેન્ટ સાથે એક નવી ઍક્શન થ્રિલર ફિલ્મ કરી રહ્યો છે. સનીનો એક્સેલ એન્ટરટેઇનમેન્ટ સાથે આ પહેલો પ્રોજેક્ટ છે. બન્ને પક્ષો વચ્ચે થોડા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને સનીને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ ગમી છે. આ ફિલ્મ ઇન્ટેન્સ ઍક્શન અને ડ્રામાથી ભરપૂર હશે. આ ફિલ્મ અગાઉ કેટલીક તામિલ બ્લૉકબસ્ટર ફિલ્મોમાં અસિસ્ટન્ટ અને અસોસિએટ ડિરેક્ટર તરીકે કામ કરનાર બાલાજીની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ હશે. મળતી માહિતી પ્રમાણે નિર્માતાઓ આ વર્ષે ડિસેમ્બર ૨૦૨૫થી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. હાલમાં ફિલ્મનાં અન્ય મુખ્ય પાત્રોનું કાસ્ટિંગ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં ફિલ્મનું ટાઇટલ અને ફર્સ્ટ લુકની સત્તાવાર જાહેરાત થશે.

sunny deol farhan akhtar bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news