21 April, 2025 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલ
‘જાટ’ને મળેલી સફળતા પછી સની દેઓલ બહુ ખુશખુશાલ છે. હાલમાં તે પ્રકૃતિના સાંનિધ્યમાં રિલૅક્સ થઈ રહ્યો છે. વેકેશન ગાળી રહેલા સનીએ એક વિડિયો પોસ્ટ કરીને અઢળક પ્રેમ આપવા બદલ ફૅન્સનો આભાર માન્યો છે અને વાયદો કર્યો છે કે ‘જાટ’ની સીક્વલ વધારે એન્ટરટેઇનિંગ હશે. સનીએ પોતાના આ વિડિયોમાં જણાવ્યું છે કે ‘તમે લોકોએ મારી ફિલ્મ ‘જાટ’ને અત્યંત પ્રેમ આપ્યો છે અને હું વાયદો કરું છે કે ‘જાટ 2’ પહેલી ફિલ્મ કરતાં વધારે મનોરંજક હશે. હું અહીં ઘણી વખત રિલૅક્સ થવા આવું છું.
ટૂંક સમયમાં હું ‘બૉર્ડર 2’નું શૂટિંગ શરૂ કરીશ. લવ યુ ઑલ. ‘જાટ’ને ગોપીચંદ મલિનેનીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ‘ગદર’ અને ‘ગદર 2’ પછીની સનીની કરીઅરની ત્રીજી સૌથી મોટી ફિલ્મ છે.