19 September, 2022 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલ
સની દેઓલને તેની આગામી ફિલ્મ ‘ગદર 2’ની સફળતા પર પૂરો વિશ્વાસ છે. આ ફિલ્મ ૨૦૦૧માં આવેલી ‘ગદર’ની સીક્વલ છે. આ ફિલ્મ લોકોને ખૂબ ગમી હતી. એ વખતે આ ફિલ્મે ખૂબ ધમાલ મચાવી હતી. અનિલ શર્માએ આ ફિલ્મને ડિરેક્ટ કરી હતી અને એની સીક્વલ પણ તેમણે જ ડિરેક્ટ કરી છે. સીક્વલ બનાવવા વિશે સની દેઓલે કહ્યું કે ‘જો સ્ટોરી સારી હોય તો બીજો ભાગ બનાવવો જોઈએ. માત્ર બનાવવા ખાતર બનાવવો ન જોઈએ. આ ફિલ્મ લોકોને ગમશે એનો મને વિશ્વાસ છે. હું જે લોકોને મળ્યો છું તેઓ કંઈક હટકે જોવા માગતા હતા. તેમને ‘ગદર 2’માં જોવા મળશે. અમે ઑક્ટોબરમાં ફરીથી શૂટિંગ શરૂ કરવાના છીએ અને એ ડિસેમ્બરમાં પૂરું કરીશું. ૨૦૨૩માં ફિલ્મ રિલીઝ થશે.’