25 July, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોડ-ટ્રિપ દરમ્યાનના ફોટોઝ
હાલમાં સની દેઓલ નાના દીકરા રાજવીર દેઓલ સાથે હિમાલયની રોડ-ટ્રિપ પર ગયો છે. સનીએ બુધવારે સોશ્યલ મીડિયા પર તેના આ હિમાલયન-વેકેશનનો ખાસ વિડિયો શૅર કર્યો છે જે વાઇરલ બની ગયો છે. આ વિડિયોમાં સની અને રાજવીર હિમાલયની વાદીઓમાં રોડ-ટ્રિપ દરમ્યાન મસ્તી કરતા જોવા મળે છે.
શ્રદ્ધા કપૂરની સૈયાં સાથે સૈયારા ડેટ
શ્રદ્ધા કપૂર તેના બૉયફ્રેન્ડ રાહુલ મોદી સાથે મોહિત સૂરિની ફિલ્મ ‘સૈયારા’ જોવા જુહુના PVR થિયેટરમાં પહોંચી હતી. આ બન્નેનો થિયેટરમાંથી બહાર નીકળતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો. સૈયાં સાથે આ મૂવીડેટ વખતે શ્રદ્ધા એકદમ લો પ્રોફાઇલ રહી હતી અને તેનાં કપડાં પણ સાવ સાદાં હતાં. શ્રદ્ધા અને રાહુલે દર્શકોની વચ્ચે જ બેસીને આ ફિલ્મ જોવાની મજા માણી હતી.
અનન્યાએ જયપુરના પ્રસિદ્ધ કાલે હનુમાનજીનાં દર્શન કરીને સફળતા માટે કરી પ્રાર્થના
અનન્યા પાંડે હાલમાં રાજસ્થાનના જયપુરમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ શૂટિંગમાંથી સમય કાઢીને હાલમાં તે અહીંના પ્રસિદ્ધિ કાલે હનુમાનજીના મંદિરે દર્શન કરવા પહોંચી હતી. અહીં તેણે ફિલ્મની સફળતા માટે પ્રાર્થના અને કઝિન અહાનની ફિલ્મ ‘સૈયારા’ની સફળતા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અનન્યાએ આ મુલાકાત વખતે મંદિરમાં સફેદ ગુલાબનાં ફૂલ અર્પણ કર્યાં હતાં.