04 March, 2026 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`ઍન્થની`નું શૂટિંગ શરૂ
‘બૉર્ડર 2’ની સફળતા પછી ઍક્ટર સની દેઓલની કરીઅર નવી ઊંચાઈએ પહોંચી છે. આ વર્ષે સનીની અનેક ફિલ્મો મોટા પડદા પર રિલીઝ થવાની છે. આ દરમ્યાન હવે તેની નવી ફિલ્મ ‘ઍન્થની’નું સત્તાવાર એલાન નિર્માતાઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઍક્શન સસ્પેન્સ થ્રિલરમાં સની સાથે જ્યોતિકા લીડ ઍક્ટ્રેસ તરીકે જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બૅનર હેઠળ થઈ રહ્યું છે. હાલમાં ૨૭ ફેબ્રુઆરીથી આ ફિલ્મના પ્રથમ શેડ્યુલના શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે અને એને આવતા વર્ષે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.